ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે રમાયેલી ત્રણ મેચની ટી20 શ્રેણીમાં પ્રથમ બે મેચમાં ભારતીય ટીમે ખૂબ સારો દેખાવ કર્યો હતો. ત્યારે ત્રીજી અને અંતિમ મેચ માટે પણ કયાશ લગાવવામાં આવ્યો હતો કે ભારત આ શ્રેણીની અંતિમ મેચમાં પણ બાજી મારી લેશે. ભારતે આ શ્રેણી કબજે કરી પરંતુ ગઈકાલની મેચ ખૂબ જ રોમાંચથી ભરેલી રહી હતી. બુધવારે એટલે કે 17 જાન્યુઆરીના રાત્રે બેંગલુરુમાં રમાયેલી આ મેચમાં સૌ પ્રથમ તો ટાઇ થઇ હતી. જો કે બાદમાં સુપર ઓવરની સ્થિતિ સર્જાઇ હતી. સુપર ઓવર બાદ પણ પરિણામ આવી શક્યું ન હતું. આવી સ્થિતિમાં, આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પ્રથમ વખત એવું બન્યું કે એક મેચમાં બે સુપર ઓવર રમવી પડી હોય. આ સાથે, તે બીજી સૌથી વધુ રનની મેચ બની હતી, જે ટાઈમાં સમાપ્ત થઈ હતી. આ મેચમાં આવા બીજા ઘણા રેકોર્ડ બન્યા હતા. ગઇકાલની મેચ વેળા જે વિવિધ રેકોર્ડ થયા તેના વિશે વાત કરીએ તો,
1. આ મેચમાં બંને ટીમોએ 212-212 રન બનાવ્યા હતા. એટલે કે 40 ઓવરમાં કુલ 424 રન થયા. આટલા રન બનાવ્યા બાદ પણ મેચ ટાઈ રહી હતી. તે ટાઈ મેચોમાં સૌથી વધુ રન સાથે બીજા સ્થાને છે. નંબર વન પર ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ ઓસ્ટ્રેલિયાની ક્રાઈસ્ટચર્ચ ટી20 છે. વર્ષ 2010માં રમાયેલી આ ટી20માં કુલ 428 રન બન્યા હતા.
2. આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં આ પ્રથમ વખત બન્યું હતું કે એક મેચમાં બે સુપર ઓવર નાખવામાં આવી હતી. આઇપીએલમાં આ પહેલા એક વખત ચોક્કસપણે આવું બની ગયું છે. આઇપીએલ 2020માં પંજાબ વિરુદ્ધ મુંબઈની મેચમાં બે સુપર ઓવર નાખવાની સ્થિતિ સર્જાઇ હતી.
3. રોહિત અને રિંકુ વચ્ચે આ મેચમાં 190 રનની ભાગીદારી થઈ હતી. ટી20 ઈન્ટરનેશનલમાં ભારતની આ સૌથી મોટી ભાગીદારી છે. આ પહેલા દીપક હુડા અને સંજુ સેમસન વચ્ચે 2022માં આયર્લેન્ડ સામે 176 રનની ભાગીદારી થઈ હતી.
4. ટી20 ઇન્ટરનેશનલમાં સૌથી વધુ સદી ફટકારવાની રેસમાં રોહિત શર્મા ફરી એક વખત બધાથી આગળ છે. તે સૂર્યકુમાર યાદવ અને ગ્લેન મેક્સવે કરતાં એક સદી આગળ છે. રોહિત શર્માની સૌથી વધુ પાંચ સદી જયારે કે સૂર્યકુમાર યાદવ અને ગ્લેમ મેક્સવેની ચાર –ચાર સદી નોંધાઇ છે.
5. ટીમ ઈન્ડિયાએ અહીં છેલ્લી બે ઓવરમાં 58 રન બનાવ્યા. આથી, એ નોંધનીય છે કે, આ ટી20 ક્રિકેટમાં 19મી-20મી ઓવરમાં સૌથી વધુ રન બનાવવાનો રેકોર્ડ થાય છે. આ પહેલા આ રેકોર્ડ નેપાળના નામે હતો. જે પપ રને નોંધાયો હતો.
6. આ મેચમાં છેલ્લી ઓવરમાં 36 રન થયા હતા. આ ચોથી વખત છે જ્યારે ટી20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં એક ઓવરમાં 36 રન થયા છે. અત્યાર સુધી એક ઓવરમાં 36થી વધુ રન નથી બન્યા.
7. આ મેચના મુકાબલામાં માં છેલ્લી 5 ઓવરમાં 103 રન થયા હતા. 16મીથી 20મી ઓવર સુધી સૌથી વધુ રન બનાવવાના મામલે બીજુ સ્થાન પ્રાપ્ત થાય છે. પ્રથમ ક્રમે નેપાળ આવે છે. તેણે 108 રન બનાવેલા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationપ્રદૂષણના કારણે પ્રાથમિક શાળાના વર્ગો આગામી આદેશ સુધી ઓનલાઈન, દિલ્હી મેટ્રોએ પણ મહત્વની કરી જાહેરાત
November 14, 2024 11:04 PMAAPના મહેશ કુમાર ખીંચી નવા મેયર બન્યા, ભાજપને 130 મત; રવિન્દ્ર ભારદ્વાજ બન્યા ડેપ્યુટી મેયર
November 14, 2024 10:03 PMદુનિયાને આ જોખમોથી બચાવશે નાસા અને ઈસરો, વાંચો શું છે મિશન NISAR, ટૂંક સમયમાં લોન્ચ કરવાની તૈયારી
November 14, 2024 09:59 PMભાવનગરમાં ત્રાટક્યું આવકવેરા વિભાગ, શહેરમાં 3 સ્થળો પર ઇન્કમટેક્સ વિભાગના દરોડા
November 14, 2024 09:58 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech