શિયાળાની ઠંડીમાં ફૂટપાથ પર જીવન નિર્વાહ કરતા શ્રમિકો,ભિક્ષુકોને હાપા ખાતેના શેલટર  હોમમા શિફ્ટ કરતુ મનપા

  • January 07, 2023 08:53 PM 

જામનગર મહાનગરપાલિકાના માન.કમિશનરની સૂચના અનુસાર  તથા  માન. નાયબ  કમિશનર શ્રી ના માર્ગદર્શન  હેઠળ જામનગર  મહાનગર પાલિકાની એસ્ટેટ, સિક્યોરિટી તથા યૂસીડી શાખાની સંયુક્ત  ટીમ દ્વારા  શહેરમાં  શિયાળાની ઠંડીમાં ફૂટપાથ પર જીવન નિર્વાહ કરતા શ્રમિકો,ભિક્ષુકો ને સમજાવીને સીટી બસ દ્વારા  હાપા ખાતેના શેલટર  હોમમા   શિફ્ટ કરવા માટે  દરરોજ  રાતના દસ થી બાર દરમિયાન  નાઈટ ડ્રાઇવ કરવામા  આવે છે જેમા એસ્ટેટ ઓફિસર  નિતીન  દીક્ષિત,સિક્યોરિટી ઓફિસર  સુનિલ  ભાનુશાળી તથા તેમની ટીમ,દબાણ નીરીક્ષક  યુવરાજસિંહ  ઝાલા તથા તેમની ટીમ તેમજ યૂસીડી  ના સમાજ સંગઠક કિશનભાઈ જાની દ્વારા   પણ  આ કામગીરી  હાથ ધરવામાં આવી હતી  અને પ્રોજેક્ટ પ્લાનીંગ  શાખાના  અર્જુનસિંહ દ્વારા  લગત એજન્સી  મારફત સીટી બસ ની વ્યવસ્થા  કરવામા આવેલ છે આ નાઈટ ડ્રાઇવ મા આજરોજ ૧૫ જેટલા ઘરવિહોણા  લોકોને રાતના હાપા શેલટર હોમ  મા આશ્રય  આપવામા આવેલ  છે.   તેમજ તા. ૨૩/૧૨/૨૨ થી તા.૦૬/૦૧/૨૩ સુધીમાં કુલ ૧૧૫ જેટલા ઘરવિહોણા  લોકોને રાતના હાપા શેલટર હોમ  મા આશ્રય  આપવામા આવેલ  છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application