બેડીમાં ગાંજાના જથ્થા સાથે એક શખસની ધરપકડ

  • August 24, 2023 12:12 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગરના બેડી થરી વિસ્તારમાં એસઓજીની ટૂકડીએ બાતમીના આધારે દરોડો પાડીને એક શખસને ૩૦૦ ગ્રામ ગાંજા સાથે પકડી લીધો હતો, જેની પૂછપરછ કરતાં ગાંજો સુરતનો શખસ આપી ગયાંનું જણાવ્યું હતું આથી આ દિશામાં તપાસના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે.


જામનગર એસપી પ્રેમસુખ ડેલુ દ્વારા જિલ્લામાં નશીલા પદાર્થના વેપાર પર રોક લગાવવા અને નશાખોરીને રોકવા માટે આ દિશામાં અસરકારક કામગીરી કરવા સૂચના આપી હોય જે અનુસંધાને એસઓજીના પીઆઈ ચૌધરી, પીએસઆઈ પરમારના માર્ગદર્શન હેઠળ ટૂકડી શહેર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી.


દરમિયાન એસઓજીના દીનેશભાઈ, રમેશભાઈ તથા સોયબભાઈને ખાનગી રાહે બાતમી મળી હતી કે, જામનગરના બેડી થરી પાડામાં આવેલ ચોકમાં રહેતાં અકબર ઉર્ફે બટેટી ઓસમાણ નગામણાં નામના શખસના રહેણાંક મકાનની બહાર ગાંજાનું છૂટક વેંચાણ કરે છે જેના આધારે રેઈડ કરીને અકબરને ૩૦૦ ગ્રામ ગાંજો તથા મોબાઈલ, અન્ય મુદ્દામાલ મળી કુલ ૧૦૩૧૦ સાથે પકડી પાડ્યો હતો.


પકડાયેલા શખસની પૂછપરછ કરતાં સુરત રેલવેના પાટા પાસેના પુલિયા પાસે અશ્ર્વિની નગરનો રોશન નામનો ઈસમ વેંચાણ અર્થે આપી ગયાંની કૈફિયત આપી હતી, જેના આધારે તપાસ આ દિશામાં લંબાવાઈ છે.
​​​​​​​



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application