મહુઆ મોઇત્રાને મામતા બેનર્જીએ વધુ એક તક આપી, TMCની યાદીમાં આ દિગ્ગજ ક્રિકેટર સહીત અનેક મોટા નામ થયા જાહેર

  • March 10, 2024 02:56 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીના નેતૃત્વવાળી પાર્ટી, તૃણમૂલ કોંગ્રેસ (TMC) એ આજે (10 માર્ચ) લોકસભા ચૂંટણી 2024 માટે 42 બેઠકો માટે ઉમેદવારોની જાહેરાત કરી છે. TMCની આ યાદીમાં પૂર્વ સાંસદ મહુઆ મોઇત્રાને ફરીથી ચૂંટણી લડવાની તક આપવામાં આવી છે.


ટીએમસીની યાદીમાં મહુઆ મોઈત્રા ઉપરાંત, પાર્ટીએ ટીમ ઈન્ડિયા માટે ક્રિકેટ રમી ચૂકેલા યુસુફ પઠાણને પણ ટીકીટ આપી છે, ક્રિકેટર બહેરમપૂર બેઠક પરથી કોન્ગ્રેસ નેતા અધીરંજન સામે ચુંટણી લડશે. જ્યારે અભિનયની દુનિયામાંથી રાજકારણમાં આવેલા શત્રુઘ્ન સિન્હાને પણ તક આપવામાં આવી છે. શત્રુઘ્ન સિંહા આસનસોલ સીટથી વર્તમાન સાંસદ પણ છે. કૂચ બિહાર લોકસભા સીટ પરથી જગદીશ ચંદ્ર બસુનિયાને ઉમેદવાર બનાવવામાં આવ્યા છે. 

TMC એ જાહેર કરેલા ઉમેદવારોની યાદી

બહેરામપુર:-યુસુફ પઠાણ
કૂચ બિહાર: જગદીશ બસુનિયા
દાર્જિલિંગ: ગોપાલ લામા
આસનસોલ: શત્રુઘ્ન સિંહા​​​​​​​
રાયગંજઃ કૃષ્ણા કલ્યાણી
બાલુરઘાટ: બિપ્લબ મિત્રા, રાજ્ય મંત્રી
અલીપુરદ્વાર: પ્રકાશ બારિક
જલપાઈગુડી: નિર્મલ રાય
માલદા જવાબ: ભૂતપૂર્વ IPS પ્રસુન બેનર્જી
માલદા દક્ષિણઃ શહનાઝ અલી રાયહાન
દુર્ગાપુર: કીર્તિ આઝાદ



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application