યુપીઆઇ પેમેન્ટ કરવું બનશે સરળ, ટેપ એન્ડ પે ફીચર કરાયું લોન્ચ

  • December 28, 2023 05:46 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)



નવુ ફીચર ૩૧ જાન્યુઆરી ૨૦૨૪થી શરૂ થવાના અંદાજ, હાલ પેમેન્ટ લિમિટ રૂ. ૫૦૦ રખાઇ



ડીજીટલ યુગમાં હવે દેશમાં લોકો વધુ ઓનલાઈન પેમેન્ટ કરતા થયા છે. તેમજ આવનારા વર્ષમાં યુપીઆઇ પેમેન્ટ કરનારા ગ્રાહકોને નવી સુવિધા મળશે. નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા અનુસાર, હવે પેમેન્ટ મશીન પર મોબાઈલ ટેપ કરીને જ પેમેન્ટ થશે. આ નવા ફીચરનું નામ યુપીઆઇ ટેપ એન્ડ પે છે. આ વર્ષે સપ્ટેમ્બરમાં, આરબીઆઇ ગવર્નર શક્તિકાંત દાસે ગ્લોબલ ફિનટેક ફેસ્ટમાં યુપીઆઇ ટેપ અને પે સુવિધા શરૂ કરવાની જાહેરાત કરી હતી. આ પહેલા હેલો યુપીઆઇ કહીને પેમેન્ટ કરવાની અને ઈન્ટરનેટ વગર પેમેન્ટ કરવાની સુવિધા પણ ઉપલબ્ધ છે.


આ સુવિધા ૩૧ જાન્યુઆરી ૨૦૨૪થી શરૂ થવાના અંદાજો છે. નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયાએ એક નોટિફિકેશન બહાર પાડ્યું છે જેમાં ઓનલાઈન પેમેન્ટની સુવિધા પૂરી પાડતી કંપનીઓને આ સુવિધા શક્ય તેટલી વહેલી તકે લાગુ કરવા માટે કહેવામાં આવ્યું છે. યુપીઆઇ સુવિધા આપતી કંપનીઓ તેમના ગ્રાહકો માટે તેમની સુવિધા અનુસાર ગમે ત્યારે યુપીઆઇ ટૅપ અને પે સુવિધા શરૂ કરી શકે છે. હવે આ સુવિધા ગૂગલ પે, ભીમ એપ અને પેટીએમના કેટલાક ગ્રાહકો માટે શરૂ થઈ છે.


હાલ આ સુવિધા માટે પેમેન્ટ લિમિટ રૂ. ૫૦૦ રાખવામાં આવી છે. જો તેનાથી વધુ પેમેન્ટ કરવું હોય તો પિન નાખવો ફરજીયાત છે. જો કે નજીકના ભવિષ્યમાં આ લિમિટ વધારવામાં આવશે. આ સુવિધામાં ક્યુઆર કોડ સ્કેન કરવાની જરૂરિયાત રહેતી નથી. જે લોકો આ ફીચરનો ઉપયોગ કરવા માંગે છે તેમણે પોતાના મોબાઈલથી ક્યુઆર કોડ મશીન અથવા તો પેમેન્ટ મશીનને ટેપ કરવાનું રહેશે. જેથી પેમેન્ટ થઇ શકે. તેના માટે મોબાઈલનું એનએફસી હોવું જરૂરી છે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application