જામનગરના લાખાબાવળ ગામ પાસે રેલવે ટ્રેકમા તિરાડ પડતા મોટી દુર્ઘટના સર્જાતા સહેજમાં ટળી

  • December 18, 2024 08:03 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગરના લાખાબાવળ ગામ પાસે રેલવે ટ્રેકમા તિરાડ પડતા મોટી દુર્ઘટના સર્જાતા સહેજમાં ટળી

પ્રાથમિક વિગત મુજબ જામનગરના લાખાબાવળ ગામ પાસે ટ્રેન અકસ્માતની મોટી દુર્ઘટના સહેજમાં ટળી, રેલવે ટ્રેકનો પાટો તૂટી પડ્યો, ઓખા-ભાવનગર ટ્રેનને દોઢ કલાક ક્રોસિંગ માટે રાહ જોવી પડી, રેલવે વિભાગે તાત્કાલિક સાંધો રીપેર કરી ટ્રેનને ધીમે ધીમે પાર કરાવી, રેલવે વિભાગ દ્વારા રેલવે ટ્રેકના મરામતની કામગીરી શરૂ કરવામાં આવી, રેલવેના કર્મચારીઓની સમય સુચકતાને લીધે મોટી દુર્ઘટના થતી સહેજમાં અટકી હતી, ઘટનાને પગલે લખાબાવળ ગ્રામજનો મોટી સંખ્યામાં એકઠા થયા હતા.

લાખાબાવળ નજીક બનેલી આ ટ્રેનનો પાટો તૂટવાની બાબતમાં ખરેખર આ ઘટના કઈ રીતે સર્જાઈ એ પણ એ ખૂબ જ તપાસનો વિષય છે. લાખાબાવળ રેલવે ટ્રેક પરથી માલગાડી અને પેસેન્જરની અનેક ટ્રેનો પસાર થતી હોય ત્યારે જો આ રેલવે ટ્રેક તૂટેલો હોય અને તેના પછી ટ્રેન પસાર થઈ જાત તો મોટી દુર્ઘટના સર્જાત. ત્યારે આ સમગ્ર ઘટના પાછળ જવાબદાર કોણ એ પણ ખૂબ જ તપાસનો વિષય છે 


હાલ તો રેલવે વિભાગ દ્વારા આ બાબતે કોઈ ખુલાસો કરવામાં આવ્યો નથી, પરંતુ ઘટનાની જાણ થતાની સાથે જ રેલ્વે વિભાગના અધિકારીઓ, કર્મચારી દ્વારા તાત્કાલિક યુદ્ધના ધોરણે ટ્રેનનો પાટો રીપેર કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે.
​​​​​​​





લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News