મહેન્દ્ર સિંહ ધોની સંન્યાસ લઇ રહ્યા છે ? ચેન્નાઈ સુપર કિંગ IPL ચેમ્પિયન બન્યા બાદ આપ્યો જવાબ

  • May 30, 2023 10:16 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

મહેન્દ્ર સિંહ ધોનીએ ચેન્નાઈ સુપર કિંગ્સના ચેમ્પિયન બન્યા બાદ સંન્યાસ લેવાના સવાલનો જવાબ આપ્યો. તેણે કહ્યું કે તે આગામી સિઝનમાં પરત ફરશે.


મહેન્દ્ર સિંહ ધોનીની કપ્તાનીવાળી ચેન્નાઈ સુપર કિંગ્સે શાનદાર પ્રદર્શન કરતા ફરી એકવાર આઈપીએલનો ખિતાબ જીત્યો. ચેન્નાઈએ IPL 2023ની ફાઇનલમાં ગુજરાત ટાઇટન્સને હરાવીને પાંચમી વખત ટાઇટલ જીત્યું હતું. ચેન્નાઈની જીત પહેલા ધોનીના સંન્યાસને લઈને અનેક પ્રકારની વાતો ચાલી રહી હતી. ધોનીએ ચેમ્પિયન બન્યા બાદ નિવૃત્તિ સાથે જોડાયેલા તમામ સવાલોના જવાબ આપ્યા હતા. તેણે કહ્યું કે તે અત્યારે નિવૃત્ત નહીં થાય. ધોનીએ આગામી સિઝનમાં તેની વાપસી અંગે પણ જવાબ આપ્યો હતો.


ધોનીએ નિવૃત્તિની અટકળોને ફગાવી દીધી છે. તેણે કહ્યું કે દર્શકોના પ્રેમને જોઈને તે આગામી સિઝનમાં તેમને ગિફ્ટ આપવા માટે ફરીથી રમશે. આ સિઝનની શરૂઆતથી જ એવી અટકળો લગાવવામાં આવી રહી હતી કે આ ધોનીની છેલ્લી સિઝન હશે. તેણે કહ્યું, “જો આપણે સંજોગો પર નજર કરીએ તો મારા માટે નિવૃત્તિ લેવાનો આ યોગ્ય સમય છે. મારા માટે એ કહેવું ખૂબ જ સરળ છે કે હું હવે જતો રહ્યો છું, પરંતુ આગામી નવ મહિના સુધી સખત મહેનત કરીને વધુ એક સિઝન રમીને પરત ફરવું મુશ્કેલ છે.તેણે કહ્યું, “શરીરે સહકાર આપવો પડશે. ચેન્નાઈના પ્રશંસકોએ જે રીતે મારા પર પ્રેમ વરસાવ્યો છે, તે તેમના માટે મારી ભેટ હશે કે હું વધુ એક સિઝન રમું. તેઓએ જે પ્રેમ અને જુસ્સો બતાવ્યો છે, મારે પણ તેમના માટે કંઈક કરવું જોઈએ.


ફાઇનલમાં ચેન્નાઇ સુપર કિંગ્સે ગુજરાત ટાઇટન્સને 5 વિકેટે હરાવ્યું હતું. આ મેચ વરસાદને કારણે પ્રભાવિત થઈ હતી. આ સિઝનની ફાઇનલ મેચ 28 મે રમવાની હતી. પરંતુ વરસાદને કારણે એક દિવસ લંબાવવામાં આવ્યો હતો. સોમવારે રમાયેલી મેચ પણ વરસાદને કારણે પ્રભાવિત થઈ હતી. પ્રથમ બેટિંગ કરતા ગુજરાતે 214 રન બનાવ્યા હતા. જેના જવાબમાં ચેન્નાઈને ડકવર્થ લુઈસ નિયમ સાથે ટાર્ગેટ આપવામાં આવ્યો હતો. ચેન્નાઈએ 5 વિકેટે જીત મેળવી હતી. ચેન્નાઈની જીતમાં બેટ્સમેનોએ મહત્વની ભૂમિકા ભજવી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application