માફિયા મુખ્તાર અંસારીને આજીવન કેદ થતા વકીલોમાં જશ્નનો માહોલ, હર હર મહાદેવના લાગ્યા નારા

  • June 06, 2023 10:03 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

મુખ્તાર અંસારી વિરુદ્ધ 61 કેસ નોંધાયેલા છે, જેમાંથી તેને અત્યાર સુધીમાં 6 કેસમાં સજા થઈ છે. આ પાંચ કેસમાં અંસારીને યોગી સરકાર દરમિયાન સજા થઈ છે.ગઈકાલે અવધેશ રાય હત્યાકાંડમાંમુખ્તાર અંસારીને ૩૨ વર્ષ બાદ આજીવન કેદની સંભળાવામાં આવી છે.જે બાદ લોકોએ હર હર મહાદેવના નારા લગાવ્યા હતા. તેમજ વકીલોએ કેક કાપી હતી.જાણે જશ્નનો માહોલ જામ્યો હોય તેવું વાતાવરણ બની ગયું હતું.


માફિયા મુખ્તાર અંસારીને વારાણસીની એમપી એમએલએ કોર્ટે 32 વર્ષ જૂના કેસમાં સજા સંભળાવી છે. અંસારીને આજીવન કેદની સજા ફટકારવામાં આવી હતી. જે બાદ સમગ્ર ઉત્તરપ્રદેશમાં આ નિર્ણયનું સ્વાગત કરવામાં આવી રહ્યું છે. ભાજપના નેતાઓ આને ગુના સામેની મોટી કાર્યવાહી ગણાવીને સરકારની પ્રશંસા કરી રહ્યા છે. તો વકીલો પણ આ મહત્વપૂર્ણ નિર્ણય બાદ ઉજવણી કરતા જોવા મળ્યા હતા. કોર્ટ પરિસરમાં વકીલોએ સુત્રોચ્ચાર કર્યા હતા અને કેક પણ કાપી હતી. આ દરમિયાન વકીલોએ હર હર મહાદેવના નારા લગાવ્યા અને સીએમ યોગી આદિત્યનાથના વખાણ પણ કર્યા.અજય રાયે કોર્ટના ઉંબરે માથું ટેકવ્યું હતું.




સોમવાર 5 જૂને યોગી આદિત્યનાથનો જન્મદિવસ પણ હતો, તે જ દિવસે કોર્ટે માફિયા મુખ્તાર અંસારી વિરુદ્ધ ચુકાદો આપ્યો હતો અને સજાની જાહેરાત કરવામાં આવી હતી. આ પ્રસંગે વકીલોએ કોર્ટ પરિસરમાં સીએમ યોગીના જન્મદિવસની કેક કાપીને બંને પર્વની એકસાથે ઉજવણી કરી હતી. આ દરમિયાન વકીલોએ લાંબા સમય સુધી સૂત્રોચ્ચાર પણ કર્યા હતા. વકીલોએ યોગી સરકારની અસરકારક લોબિંગ અને ઝીરો ટોલરન્સ નીતિને શ્રેય આપ્યો. કોર્ટમાં હાજર બાકીના લોકોએ પણ મુખ્તાર અંસારીને સજા ફટકારવાના નિર્ણયને આવકાર્યો અને ઉજવણી કરી.


મુખ્તાર અંસારી વિરુદ્ધ 61 કેસ નોંધાયેલા છે, જેમાંથી તેને અત્યાર સુધીમાં 6 કેસમાં સજા થઈ છે. આમાં પણ મુખ્તાર અંસારીને યોગી સરકાર દરમિયાન પાંચ કેસમાં સજા થઈ છે. સોમવારે વારાણસીના MP MLA કોર્ટે 31 વર્ષ અને 10 મહિના જૂના પ્રખ્યાત અવધેશ રાય હત્યા કેસમાં મુખ્તાર અંસારીને આજીવન કેદ અને એક લાખ રૂપિયાના દંડની સજા સંભળાવી હતી. મુખ્તાર અંસારીને તેના ગુના માટે પહેલીવાર આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે.


કોંગ્રેસના નેતા અજય રાયના ભાઈ અવધેશ રાયની 3 ઓગસ્ટ, 1991ના રોજ વારાણસીના લહુરાબીર ખાતેના તેમના નિવાસસ્થાનના દરવાજા પર ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. આ કેસમાં મુખ્તાર અંસારી અને અન્યો સામે કેસ નોંધવામાં આવ્યો હતો. અજય રાય અને તેનો ભાઈ ઔર વારાણસીમાં તેમના ઘરના દરવાજે ઉભા હતા ત્યારે મુખ્તાર અંસારી સહિતના કેટલાક હુમલાખોરો ત્યાં કારમાં આવ્યા અને અવધેશને ગોળી મારી દીધી. અજય રાયે તેની લાયસન્સવાળી પિસ્તોલથી ગોળીબાર કરીને જવાબી કાર્યવાહી કરી, ત્યારબાદ હુમલાખોરો કાર છોડીને ભાગી ગયા. આ પછી અવધેશને કબીરચૌરાની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો, જ્યાં ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો.


મુખ્તાર અંસારી પડોશી મૌ જિલ્લાની મૌ સદર વિધાનસભા બેઠક પરથી સતત પાંચ વખત ધારાસભ્ય રહ્યા છે. મુખ્તાર અંસારીએ 2022 માં વિધાનસભાની ચૂંટણી લડી ન હતી અને સુહેલદેવ ભારતીય સમાજ પાર્ટી (સુભાસ્પા) તરફથી નસીબ અજમાવી રહેલા તેમના પુત્ર અબ્બાસ અન્સારી તેમની બેઠક પર ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા. ગાઝીપુરની અદાલતે 29 એપ્રિલે તત્કાલિન ભાજપના ધારાસભ્ય કૃષ્ણાનંદ રાયની હત્યા બાદ ગેંગસ્ટર એક્ટ હેઠળ નોંધાયેલા 2007ના કેસમાં મુખ્તાર અંસારીને 10 વર્ષની અને તેના ભાઈ અને BSP સાંસદ અફઝલ અંસારીને ચાર વર્ષની જેલની સજા ફટકારી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application