લખનૌ સુપર જયેન્ટ્સના બોલર્સની કમાલ, કે.એલ. રાહુલની ટીમ સામે સનરાઈઝર્સ હૈદરાબાદની શર્મનાક હાર

  • April 08, 2023 12:04 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

પ્રીમિયર લીગ (IPL) 2023ની 16મી સિઝનમાં સનરાઈઝર્સ હૈદરાબાદને સતત બીજી હારનો સામનો કરવો પડ્યો છે. લખનૌ સુપર જાયન્ટ્સે પાંચ વિકેટ ગુમાવીને મેચ જીતી લીધી છે. ટોસ જીતીને સનરાઈઝર્સ હૈદરાબાદ પ્રથમ બેટિંગ કરવા ઉતરી, 20 ઓવરમાં 8 વિકેટ ગુમાવી ટીમ 121 રન જ બનાવી શકી. માત્ર 122 રનના નાના લક્ષ્યનો પીછો કરતા લખનૌ સુપરજાયન્ટ્સે 16 ઓવરમાં પાંચ વિકેટ ગુમાવીને 127 રન બનાવ્યા હતા.

સનરાઇઝર્સ હૈદરાબાદના નિયમિત કેપ્ટન એઇડન મકરમે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. ટૂંક સમયમાં જ આ નિર્ણય ખોટો સાબિત થયો જ્યારે ટીમની પ્રથમ વિકેટ માત્ર 21 રન પર મયંક અગ્રવાલના રૂપમાં પડી. આ પછી કૃણાલ પંડ્યાએ 50 રનમાં સતત બે વિકેટ લઈને સનરાઈઝર્સ હૈદરાબાદને મુશ્કેલીમાં મુકી દીધું હતું. અનમોલપ્રીત સિંહ (8 રન) અને કેપ્ટન એડન મકરમ (0 રન)ની વિકેટોમાંથી ટીમ રિકવર કરી શકી નહોતી.

દીપક હુડ્ડા બાદ બેટિંગ કરવા ઉતરેલા કૃણાલ પંડ્યાએ કેપ્ટન કેએલ રાહુલ સાથે મળીને ઈનિંગને સંભાળી અને ટીમના સ્કોરને 100 રન સુધી પહોંચાડ્યો. કૃણાલ પંડ્યા 23 બોલમાં 34 રન બનાવીને ઉમરાન મલિકનો શિકાર બન્યો હતો. આ પછી, 14.1 ઓવરમાં આદિલ રાશિદે કેએલ રાહુલ (35 રન) અને રોમારિયો શેફર્ડ (0)ને આઉટ કરીને સતત બે આંચકા આપ્યા, પરંતુ ત્યાં સુધીમાં ઘણું મોડું થઈ ચૂક્યું હતું. 

સનરાઇઝર્સ હૈદરાબાદના બોલરોમાં આદિલ રાશિદે બે, ભુવનેશ્વર કુમારે એક અને ઉમરાન મલિકે એક વિકેટ ઝડપી હતી. તમામ બોલરો ઘણા મોંઘા સાબિત થયા અને બોલરોએ 17 વધારાના રન આપ્યા. જેમાં 15 રન વાઈડ હતા. સનરાઇઝર્સ હૈદરાબાદની હારનું આ મુખ્ય કારણ બન્યું.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application