'ઈસ્લામમાં લિવ-ઈન રિલેશનશીપ હરામ', હાઈકોર્ટે મુસ્લિમ યુવક સાથે રહેતી હિન્દુ મહિલાની અરજી ફગાવી

  • June 26, 2023 01:02 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ઇસ્લામમાં આવા ગુનાની સજા યુવકને 100 કોરડા અને મહિલાને પથ્થર મારીને મોતને ઘાટ ઉતારવાની છે

અલ્હાબાદ :

અલ્હાબાદ હાઈકોર્ટની લખનૌ બેન્ચે લગ્ન પહેલા લિવ-ઈનમાં રહેવું અને શારીરિક સંબંધો હોવા એ ઈસ્લામ મુજબ ખોટું આચરણ છે. એક કપલની અરજી પર આ નિર્ણય આપતાં કોર્ટે કહ્યું કે કપલએ પોલીસ પાસે હેરેસમેન્ટથી રક્ષણ માંગ્યું હતું. અલ્હાબાદ હાઈકોર્ટની લખનૌ બેંચના જસ્ટિસ સંગીતા ચંદ્રા અને જસ્ટિસ નરેન્દ્ર કુમાર જોહરીએ દાખલ કરેલી અરજીના જવાબમાં નિર્દેશ આપતા કહ્યું કે આ એક સામાજિક સમસ્યા છે જેને સામાજિક રીતે દૂર કરી શકાય છે, આ માટે કોઈ અરજી કરવાની જરૂર નથી. અરજીકર્તા 29 વર્ષની હિંદુ મહિલા છે જે 30 વર્ષના મુસ્લિમ પુરુષ સાથે લિવ-ઈન રિલેશનશિપમાં રહે છે. મહિલાએ પોતાની અરજીમાં કહ્યું છે કે પોલીસ તેને હેરાન કરી રહી છે અને તેને સુરક્ષા આપવામાં આવે. યુવતીની માતાએ પોલીસમાં ફરિયાદ પણ કરી હતી, જેનો ઉલ્લેખ અરજીમાં કરવામાં આવ્યો છે. જે બાદ પોલીસ સુરક્ષા આપવાની માંગ ઉઠી છે. મહિલાએ એમ પણ કહ્યું કે તેની માતા આ સંબંધથી ખુશ નથી.

અરજીનો ઉલ્લેખ કરતાં કોર્ટે કહ્યું કે આમાં અરજદારે એ વાતનો ઉલ્લેખ કર્યો નથી કે તેઓ ભવિષ્યમાં એકબીજા સાથે લગ્ન કરશે કે કરવા માંગશે અને ઇસ્લામ અનુસાર લગ્ન વિના શારીરિક સંબંધને માન્યતા આપી શકાય નહીં. આ સિવાય ઇસ્લામમાં લગ્ન પહેલા સેક્સ, સ્પર્શ, અને ચુંબન પણ હરામ છે.

કોર્ટે કહ્યું હતું કે પતિ-પત્ની સિવાય કોઈપણ પ્રકારનો સેક્સ અથવા શારીરિક સંબંધ, એક્સ્ટ્રા-મેરિટલ સેક્સ અને પેરામેટ્રિયલ સેક્સને કાનૂની માન્યતા મળતી નથી. કોર્ટે એમ પણ કહ્યું કે જો કોઈ આવું કરે છે તો કુરાનમાં તેની સજા અપરિણીત યુવકને 100 કોરડા અને મહિલાને પથ્થર મારીને મોતને ઘાટ ઉતારવાની છે. કોર્ટ આવી અરજી પર ધ્યાન આપી શકતી નથી કે જેમાં વિવાદની પરિસ્થિતિ ઊભી થાય તેથી અદાલત આ અરજીને ફગાવી દે છે અને જો અરજદાર પોલીસમાં અથવા યોગ્ય ફોરમમાં પોતાનો દાવો દાખલ કરે તો બની શકે કે તેની ફરિયાદ પર વિચાર કરી શકાય.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application