મોરબી નજીક ટોમેટો સોસની આડમાં દારૂ-બિયરની હેરાફેરી: ૩૩.૭૬ લાખનો મુદ્દામાલ જપ્ત

  • May 18, 2023 10:43 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

માળિયાના અણીયારી ટોલનાકા નજીકથી ટોમેટો સોસની આડમાં સંતાડીને લઇ જવાતો દારૂ ભરેલ ટ્રક એલસીબી ટીમે ઝડપી લઈને૫૭૬૦ ઈંગ્લીશ દારૂની બોટલ, ૩૪૮૦ બીયરના ટીન અને ૩૪૨૦ ટોમેટો સોસની બોટલ તેમજ ટ્રક અને મોબાઈલ સહીત ૩૩.૭૬ લાખનીકિમતનો મુદામાલ જપ્ત કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે
મોરબી એલસીબી ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન અમદાવાદ તરફથી એક અશોક લેલન ટ્રક આરજે ૧૯ જીએ ૩૮૩૮ વાળું માળિયાતરફ જવાનું હોય જે ટ્રકમાં ગેરકાયદેસર દારૂનો જથ્થો હોવાની બાતમી મળતા ટીમે વોચ ગોઠવી હતી અને ટ્રક અણીયારી ટોલનાકાનજીક પહોંચતા ટ્રકને આંતરી લઈને તલાશી લેતા ટોમેટો સોસની આડમાં સંતાડી રાખેલ લાખોનો ઈંગ્લીશ દારૂ અને બીયરનો જથ્થોમળી આવ્યો હતો


જેથી પોલીસે ટ્રકમાં રહેલ વ્હીસ્કીની બોટલ નંગ ૫૭૬૦ કીમત રૂ ૧૭,૨૮,૦૦૦ બીયર ટીન ૩૪૮૦ કીમત રૂ ૩,૪૮,૦૦૦ ટોમેટો સોસ બોટલનંગ ૩૪૨૦ કીમત રૂ ૨,૯૫,૮૦૦, ટ્રક આરજે ૧૯ જીએ ૩૮૩૮ કીમત રૂ ૧૦ લાખ અને મોબાઈલ કીમત રૂ ૫૦૦૦ મળીને કુલ રૂ ૩૩,૭૬,૮૦૦ની કિમતનો મુદામાલ જપ્ત કરવામાં આવ્યો છે અને ટ્રકચાલક હનુવંત ખનગારામ ઢોકળારામ બિશ્નોઈ (ઉ.વ.૩૦) રહે બાડમેર રાજસ્થાનવાળાને ઝડપી લીધો છે જયારે અન્ય આરોપી ઓમપ્રકાશ કેશારામ બિશ્નોઈ રહે બાડમેર રાજસ્થાન વાળાનું નામ ખુલતા માળિયાપોલીસ મથકમાં મુદામાલ સોપી આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ ચલાવી છે
​​​​​​​
જે કામગીરીમાં એલસીબી પીઆઈ ડી એમ ઢોલ, પીએસઆઈ કે જે ચૌહાણ, પીએસઆઈ એન એચ ચુડાસમા, એ ડી જાડેજા, રામભાઈમંઢ, નીરવભાઈ મકવાણા, ભરતસિંહ ડાભી, ભગીરથસિંહ ઝાલા તેમજ એલસીબી, પેરોલ ફર્લો સ્કવોડ, ટેકનીકલ ટીમનો સ્ટાફજોડાયેલ હતી



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application