લીલિયાના ખારામાં સિંહણે તો સાવરકુંડલાના કરજાળામાં દીપડાએ માસૂમોને મોતને ઘાટ ઉતાર્યા

  • May 10, 2023 12:22 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

અમરેલી જીલ્લામાં રાનીપશુઓનો આતંક વધી રહ્યો છે, સિંહ અને દિપડાઓના માનવ પર હુમલા વધી રહ્યા છે.આજે અમરેલી જિલ્લામાં બે અલગ અલગ ઘટનાઓમાં બે માસુમ બાળકો આદમખોર જંગલી પ્રાણીઓના શિકાર બનતા ચકચાર મચી છે..અમરેલી જિલ્લામાં એક ઘટના લીલીયા રેન્જમાં આવેલ ખારા ગામ નજીકની ઘટના સામે આવી છે ખારા ગુંદરણ સ્ટેટ હાઇવે નજીક એક પરિવાર ઝૂંપડા નાખી રહેતો હતો અને વહેલી સવારે સિંહણ શિકારની શોધમાં આવી અને અહીં આવતા ૫ માસનો માસૂમ વિશાલ ભાવેશભાઈ પરમાર તેમના પરિવાર સાથે મીઠી નીંદર માણી રહેલ હતો  તે અરસામાં સિંહણ એ આ બાળકને દબોચી ભાગી છૂટેલ હતી અને  શિકાર કરી મોતને ઘાટ ઉતારી દેતા ચકચાર મચી ગઇ છે આ બાળકની શોધખોળ કરતા સિમ વિસ્તારમાંથી સિંહણ એ ફાડી ખાધેલ બાળકના શરીરના કેટલાક અવશેષો વનવિભાગને મળ્યા હતા જે અવશેષો વનવિભાગ દ્વારા પી એમ અર્થે  લીલીયા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા .માત્ર ૫ માસના બાળકને સિંહણ દ્વારા ઉઠાવી જતા તપાસનો ધમધમાટ શરૂ થયો હતો આ ઘટનાને લઈ પાલીતાણા શેત્રુંજી ડીવીઝન ડી.સી.એફ.જયન પટેલ,લીલીયા આર.એફ.ઓ.સહિત વનવિભાગની ટીમ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને મૃતક પરિવારના નિવેદન પણ લેવામાં આવ્યા હતા.
આ બનાવ બાદ વનવિભાગ દ્વારા અલગ-અલગ ૧૦ જેટલી ટીમો બનાવી તપાસનો ધમધમાટ શરૃ કરવામાં આવ્યો હતો અને માનવ ભક્ષી સિંહણને પાંજરે પૂરવામાં આવી હતી જેને લઈને લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો.
​​​​​​​
તો અન્ય એક ઘટનામાં સાવરકુંડલાના કરજાળા ગામની સીમમાં ભુપત મગનભાઈ બાગડીયા રે એમ પી નામના એક ૩ વર્ષના બાળકને  દિપડાએ ફાડી ખાધેલ હતું .જેના કારણે સિમ વિસ્તારમાં કામ કરતા કે ઝુંપડાઓ બાંધીને રહેતા લોકો મા ભારે ફફડાટ ફેલાયો છે.દીપડાએ બાળકને મો માં પકડી બાજુમાં બાજરીમાં વાવેતરમાં લઈ જતા દેકારો મચ્યો હતો અન્ય લોકો દ્વારા છોડાવવા માટે દોડધામ કરી તેમ છતાં દીપડાએ મોતને ઘાટ ઉતારી દીધો હતો.ઘટનાની જાણ થતાં સાવરકુંડલા વનવિભાગની ટીમ દોડી ઘટના સ્થળે પહોંચી તાત્કાલિક પાંજરા ગોઠવી દીપડાને પાંજરે પુરી દેતા પરિવારજનોએ રાહતનો શ્વાસ લીધો છે ગણતરીની કલાકોમાં વનવિભાગ દ્વારા દીપડાને પાંજરે પુરી દેવામાં સફળતા મળી છે આ પર પ્રાંતીય પરિવાર ખેત મજૂરી કરવા અર્થે  વાડી વિસ્તારમાં રહે છે દીપડાએ કરેલા હુમલામાં ભુપત નું મોત થતા પરિવારમાં શોક છવાયો છે. એક જ દિવસમાં બે  બાળકોને  રાનીપશુ એ શિકાર બનાવતા આ વિસ્તારના રહીશોમાં ભારે ડરના માહોલ વચ્ચે ફફડાટ ફેલાયેલ હતો.સાથોસાથ વન વિભાગની કાર્ય શૈલી સામે ભારે આક્રોશની લાગણી છવાયેલ હતી આ બનાવને પગલે વનવિભાગ દ્વારા ફેરણા સહિતની કામગીરી નિષ્ઠા પૂર્વક કરવામાં આવે તેવી માંગ  ઉઠી રહી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application