'આઇરન મેન'ની માફક ભારતીય જવાનો પણ હવામાં ઉડી કરશે દુશ્મનોનો ખાત્મો, જાણો શું છે 'રોબોટિક મ્યુલ'

  • January 25, 2023 07:57 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ભારતીય સેનાએ સંવેદનશીલ સરહદી વિસ્તારોમાં તેની એકંદર દેખરેખ અને લડાયક ક્ષમતાને મજબૂત કરવા માટે 130 અદ્યતન ડ્રોન સિસ્ટમ્સ ખરીદશે. આ સાથે સેના 100 'રોબોટિક મ્યુલ'ની પ્રક્રિયા પણ શરૂ કરી રહી છે.

અધિકારોના કથાન મુજબ, 'બાય-ઈન્ડિયન' કેટેગરીમાં ફાસ્ટ-ટ્રેક પ્રક્રિયાના ઈમરજન્સી પ્રોક્યોરમેન્ટ હેઠળ ટેથર્ડ ડ્રોન ખરીદવામાં આવી રહ્યા છે. ભારતીય સેનાએ 48 જેટ પેક સૂટ ખરીદવાની પ્રક્રિયા શરૂ કરી છે. આ જેટ પેક સૂટના ઘણા ફાયદા છે. સરહદ પર તૈનાત સૈનિકો પણ જેટ પેક સૂટ પહેરીને ઉડી શકે છે. જાણકારી અનુસાર જેટ પેક સૂટમાં પાંચ ગેસ ટર્બાઇન જેટ એન્જિન છે, જે લગભગ 1000 હોર્સપાવરની ઉર્જા ઉત્પન્ન કરે છે. આવા સૂટ ડીઝલ અથવા કેરોસીન પર ચલાવી શકાય છે. જેટ પેક સૂટની સ્પીડ 50 કિમી પ્રતિ કલાક છે.

ટેથર્ડ ડ્રોન સિસ્ટમમાં ડ્રોનનો સમાવેશ થાય છે જે જમીન પરના 'ટીથર સ્ટેશન' સાથે જોડાયેલા હોય છે અને લાંબા સમય સુધી વિઝ્યુઅલ રેન્જની બહારના લક્ષ્યોને મોનિટર કરી શકે છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે દરેક ડ્રોન સિસ્ટમમાં બે એરિયલ વાહનો, એક સિંગલ-પર્સન પોર્ટેબલ ગ્રાઉન્ડ કંટ્રોલ સ્ટેશન, એક ટિથર સ્ટેશન, રિમોટ વિડિયો ટર્મિનલ અને પેલોડ સાથેના અન્ય ઘટકો હશે.
​​​​​​​

ભારતીય સેના મે 2020 માં શરૂ થયેલા પૂર્વી લદ્દાખ સીમાંકન પછી ચીન સાથેની લગભગ 3,500-km લાંબી વાસ્તવિક નિયંત્રણ રેખા (LAC) પર તેની એકંદર દેખરેખ પદ્ધતિને મજબૂત બનાવી રહી છે. સેનાએ એસેસરીઝ સાથે 100 'રોબોટિક મ્યુલ'ની પ્રક્રિયા પણ શરૂ કરી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application