મધ્યમવર્ગના ૪૦ કરોડ નાગરિકોને આયુષ્યમાન કાર્ડ

  • March 29, 2023 11:46 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


કેન્દ્ર ૨૦૨૪ની ચૂંટણી પહેલાં મધ્યમ વર્ગને રાહત આપવા યોજના બનાવી રહી છે: ખર્ચ કયાંથી કાઢવો તે અંગે મથામણ




કેન્દ્ર સરકાર ચૂંટણી પહેલાં મધ્યમ વર્ગને નવી ભેટ આપવાની તૈયારી કરી રહી છે. આયુષ્માન ભારત યોજનામાં અત્યાર સુધી માત્ર ગરીબી રેખાથી નીચેના લોકોને ૫ લાખ રૂપિયાનું આરોગ્ય વળતર મળતું હતું જેમાં હવે મધ્યમ વર્ગના લોકોને સમાવેશ કરવાની યોજના છે. જે માહિતી મુજબ કેન્દ્ર સરકાર આ માટે આયુષ્માન કાર્ડ ૨.૦ લોન્ચ કરવા માટે તૈયાર છે જેના કારણે દેશના ૪૦ કરોડ મધ્યમ વર્ગના લોકોને મોટી રાહત મળવાની આશા છે. રિપોર્ટ અનુસાર આયુષ્માન ભારત યોજનાની તર્જ પર નવી યોજનાને લાગુ કરવામાં આવતા ખર્ચ અને પડકારોને ધ્યાનમાં રાખીને વિવિધ વિકલ્પો પર વિચાર કરવામાં આવી રહ્યો છે. નીતિ આયોગ અને આરોગ્ય મંત્રાલય મધ્યમ વર્ગને આરોગ્ય કવચ આપવા માટે પ્રસ્તાવિત યોજનાની રૂપરેખા પર કાર્ય કરી રહી છે. જો આમ થશે તો આવકવેરા પછી મધ્યમ વર્ગને સરકાર તરફથી આ બીજી મોટી ભેટ સાબીત થશે.





સરકાર આ યોજના માટે ઘણી તૈયારીઓ કરી રહી છે. ૪૦ કરોડ મધ્યમ વર્ગના લોકો માટે આયુષ્માન ભારતની તર્જ પર તબીબી વળતર આપવા તૈયારી કરી રહી છે. નીતિ આયોગ અને આરોગ્ય મંત્રાલય આયુષ્માન ભારત ૨.૦ માટે વિવિધ હિતધારકો સાથે વાટાઘાટ કરી રહ્યું છે. આ ઉપરાંત સસ્તી સારવાર ઉપલબ્ધ કરાવવા માટે ઘણા વિકલ્પો પર વિચાર કરવામાં આવી રહ્યો છે. સરકાર તેમાં ખાનગી ક્ષેત્રને પણ જોડી રહીછે.





સરકાર આયોગ્ય વીમા કંપનીને પણ જોડવા માટે યોજના બનાવી રહી છે. તેઓને લોકોને અનુકુળ મેડિકલ વળતર આપવા માટે જણાવવામાં આવશે. આયોગે વીમા કંપનીઓ સાથે વાતચીત કરી છે. આ પોલીસનો ડ્રાફટ ટૂંક સમયમાં જ આવી શકે છે.




આ પ્રકારના વિકલ્પો પર થઈ રહ્યા વિચાર

– આયુષ્માન ભારતની જેમ પાંચ લાખ રૂપિયાના વળતર કે જેમાં યોજનાનો લાભ લેનાર વ્યકિતઓને આંશિક યોગદાન અથવા સ્કીમનો લાભ લેનાર વ્યકિતઓને ટોપઅપના વિકલ્પ હશે.
– આરોગ્ય વીમા કંપનીઓને આર્થિક રીતે સહાય પેકેજ સાથે આવવા માટે સક્ષમ બનાવવી જોઈએ જે બાદની કિંમતે સારવાર માટે વળતર આપે.
– ઘણી ખાનગી વીમા કંપનીઓ આ સેગમેન્ટને પૂર્ણ કરવા માટે નવા સમર્પિત વીમા ઉત્પાદનો વિકસાવવા માટે તૈયાર છે. જો સરકાર તેમને વળતરની ખાતરી આપે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application