એસટીની ૧૧૧ લકઝરી, ૪૦ સ્લીપર કોચનું સોમવારે લોકાર્પણ

  • February 11, 2023 07:29 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલ અને વાહન વ્યવહાર મંત્રી હર્ષભાઇ સંઘવીના હસ્તે કરાશે લોકાર્પણ: રાજકોટને ૪, અમરેલીને ૬, જામનગરને ૮, ભુજને ૧૦ ભાવનગરને ૧૨ અને જૂનાગઢને સૌથી વધુ ૧૪ સહિત સૌરાષ્ટ્ર-કચ્છને કુલ ૫૪ નવી બસની ફાળવણી




ગુજરાત રાજ્ય માર્ગ અને વાહન વ્યવહાર નિગમ દ્વારા આગામી તા.૧૩ને સોમવારે ૧૧૧ ટુ બાય ટુ લકઝરી બસ અને ૪૦ કોચ સહિત કુલ ૧૫૧ બસોનું મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલ અને વાહન વ્યવહાર મંત્રી હર્ષભાઈ સંઘવીના હસ્તે લોકાર્પણ કરવામાં આવનાર હોવાનું રાજકોટ એસટી ડિવિઝન કચેરીના સુત્રોમાંથી જાણવા મળે છે.



વિશેષમાં રાજકોટ એસટી ડિવિઝન કચેરીના સૂત્રોએ જણાવ્યું હતું કે ઉપરોક્ત ૧૫૧ બસમાંથી રાજકોટને ૪, અમરેલીને ૬, જામનગરને ૮, ભુજને ૧૦ ભાવનગરને ૧૨ અને જૂનાગઢને સૌથી વધુ ૧૪ સહિત સૌરાષ્ટ્ર-કચ્છને કુલ ૫૪ બસની ફાળવણી કરવામાં આવી છે.



સૂત્રોએ ઉમેર્યું હતું કે સૌરાષ્ટ્ર-કચ્છના ઉપરોક્ત છ ડિવિઝન સિવાયના અન્ય ગુજરાતના અન્ય ૧૦ ડિવિઝનમાં અમદાવાદને ૧૪, વલસાડને ૮, વડોદરાને ૮, ગોધરાને ૧૨, હિમતનગરને ૧૦ મહેસાણાને ૧૫, નડિયાદને ૬, પાલનપુરને ૧૨, સુરતને ૧૦ અને ભરૂચ વિભાગને ૨ બસની ફાળવણી કરવામાં આવી છે. ૧૫૧ બસના લોકાર્પણ માટે આયોજિત સમારોહ વેળાએ ડિવિઝન વાઇઝ ફાળવેલી બસો લઈ જવા માટે જે તે ડિવિઝન લેવલથી ડ્રાઇવરની ફાળવણી કરી સેન્ટ્રલ વર્કશોપ નરોડા ખાતે સમારોહના ૨૪ કલાક પહેલા મોકલવા તાકિદ કરવામાં આવી છે.


અત્રે ઉલ્લેખનીય છે કે પ્રથમ તબક્કામાં ૧૫૧ બસનું લોકાર્પણ કરવામાં આવી રહ્યું છે, આગામી દિવસોમાં કુલ ૧૦૦૦ નવી બસ આવશે અને કિલોમીટર પુરા થઈ ગયેલી ઓવરએજ બસોના સ્થાને નવી બસ મુસાફર જનતાની સેવામાં મુકાશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application