લાંગાના બીજી વખતના જામીન આજે પુરા વધુ રિમાન્ડ માગવા સાંજે કોર્ટમાં રજૂ કરાશે

  • July 21, 2023 02:46 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

પોલીસ દ્રારા કોડવર્ડ ઉકેલવા માટે થયેલી પૂછપરછમાં નક્કર વિગતો મળી




ગાંધીનગરના પૂર્વ કલેકટર એસ કે લંગા એમના કાર્યકાળ દરમિયાન આચરેલા કૌભાંડોને સિલસિલા બધં વિગતો ખાતાકીય તપાસમાં બહાર આવી છે આ નાણાં તેમણે કયાંથી આવ્યા અને કયાં ગયા તે શોધવા માટે ડાયરીના કોડવર્ડ નો કોયડો ઉકેલવો જરી છે આજે તેમના ચાર દિવસના રિમાન્ડ પૂરા થઈ રહ્યા હોવાથી તેમને સાંજે કોર્ટમાં રજૂ કરાશે અને બીજી વખતના રિમાન્ડનો આજે છેલ્લો દિવસ હોવાથી વધુ રિમાન્ડ માંગવામાં આવે તેવી શકયતા છે.





ગાંધીનગરના પૂર્વ કલેકટર એક કે લંગાનો આજે બીજી વખતની રિમાન્ડનો છેલ્લો દિવસ છે આ દરમિયાન અત્યાર સુધીમાં પોલીસ દ્રારા કોર્ડવર્ડ ઉકેલવા માટે થઈને પૂછપરછ કરી હતી જેમાં નક્કર વિગતો મળી હોવાનું સૂત્રોમાંથી જાણવા મળી રહ્યું છે.
આ ડાયરા ખુલ્લા પડેલા નામ તરફ તપાસ શ કરી રહ્યા છે .આ નામો અંગે પોલીસ ગુતા જાળવી રાખી છે જો કે રાજકીય માથા વચ્ચેટીયા, બિલ્ડરોના નામ હોવાની શકયતા વધુ જોગવાઈ રહે છે પોલીસે પાંચ જેટલા કોર્ડવર્ડ કોના નામના છે તે જાણી લીધું છે અન્ય નામ કોના છે તે જાણવાની કવાયત ચાલી રહી છે.




ગાંધીનગરના પેથાપુરમાં મોકાની જગ્યાએ આવેલી ૧૦૦ કરોડની સરકારી જમીન ખાનગી ઈસમોને વેચી મારી હતી. આ મામલે બે સાક્ષી જમીન ખરીદનારી ચાર વ્યકિતઓના નિવેદન પોલીસી લીધા છે. આ સિવાય આણદં જિલ્લાના વિરોજા ગામે ભાગીદારીમાં ૧૩ વીઘા જમીન લીધી હોવાનું મનાય છે એક થી વિરોજા ગામે તપાસ કરી રહી છે તમે ખરીદનાર વ્યકિત લાંબા સમયથી વિદેશ હોવાનું જાણવા મળ્યું છે જેથી પોલીસે જમીન માલિકના ભાઈનું નિવેદન લીધું છે. આજે સાંજે ગાંધીનગર કોર્ટમાં લાગાને રજૂ કરવામાં આવશે તે પહેલા પોલીસે નવ દિવસના રિમાન્ડ પુરા કર્યા છે લાંગાએ ભ્રષ્ટ્રાચાર થકી એકઠા કરેલા નાણા નો હિસાબ હજુ મળી શકયો નથી તેથી તે અંગેની નક્કર વિગતો પણ હાથ લાગી નથી તેથી લાંગાના રિમાન્ડ વધારવા માટે પોલીસ દ્રારા રજૂઆત થાય તેવી શકયતા છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application