એરલાઈન્સ અને પેસેન્જરો ને હાશકારો:આજથી બધી જ ફલાઇટની ઉડાન શરૂ

  • June 17, 2023 05:00 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)



પેટા.. બે દિવસ એરપોર્ટ બંધ રહેતા 15 લાખની કમાણી પાણીમાં ગઈ: મુંબઈ અને દિલ્હી માટેનો વધુ ટ્રાફિક:હવામાન ની અનિશ્ચિતતા ને પગલે અનેક લોકોએ બુકીંગ કેન્સલ કરાવ્યા પણ એરપોર્ટ શરૂ થતા છેલ્લી ઘડી એ ટીકીટ લઈ મુસાફરી કરી



વાવાઝોડા ના પગલે બે દિવસથી રાજકોટનું એરપોર્ટ બંધ રહ્યા બાદ આજથી રાબેતા મુજબ તમામ ફ્લાઈટ ની અવરજવર શરૂ થઈ ગઈ છે. બે દિવસ બાદ આજે ત્રીજા દિવસે એરપોર્ટ પર પેસેન્જર ફ્લાઈટ શરૂ થતા જ ટ્રાફિક વધુ નોંધાયો હતો. ખાસ કરીને મુંબઈ અને દિલ્હી જવા માટે મુસાફરોની સંખ્યામાં ખાસ્સો વધારો આવ્યો હતો.



કોરોના પછી લાંબા સમયે બે દિવસ સુધી રાજકોટ એરપોર્ટ પરથી એક પણ પેસેન્જર ફ્લાઈટ ઓપરેટ કરવામાં આવી ન હતી પરંતુ માટે બે હેલિકોપ્ટર સ્ટેન્ડ બાય રખાયા હતા જોકે આ હેલિકોપ્ટર પૈકી એક હેલિકોપ્ટરને ઓખા રેસ્ક્યુ ઓપરેશનમાં મોકલવામાં આવ્યું હતું.



રાજકોટ થી દિલ્હી અને મુંબઈ માટે દરરોજની ચારથી પાંચ ફ્લાઈટ ઉડાન ભરે છે. જેમાં રાજકોટ ઉપરાંત સૌરાષ્ટ્રના મોટાભાગના પેસેન્જરો અહીંથી જ કનેક્ટિવિટી લેતા હોય છે ત્યારે બે દિવસ સુધી મુંબઈ અને દિલ્હી ઉપરાંત બેંગ્લોર અને ગોવાની ફ્લાઈટ ને બ્રેક લાગી જતા વેપારીઓ અને ઉદ્યોગકારો ના બિઝનેસ મિટિંગ માટેના ટાઈમ ટેબલ અસ્તવ્યસ્ત થઈ ગયા હતા તો અનેક મુસાફરોને દિલ્હી અને મુંબઈથી ઇન્ટરનેશનલ કનેક્ટિવિટી મેળવવા માટે તાત્કાલિક ધોરણે અમદાવાદ સુધી બાય રોડ જવાનો વારો આવ્યો હતો.



આ બંને દિવસોમાં હવામાનના લીધે ફલાઈટ કેન્સલ થતાં કંપનીઓ દ્વારા રિફંડ અથવા તો અન્ય ફ્લાઈટ માટે ટિકિટ આપી દેવામાં આવતા પેસેન્જરો ને રાહત મળી હતી. ગઈકાલે સાંજે જ એરપોર્ટ ઓથોરિટી દ્વારા આજે સવારથી જ ફ્લાઈટ રાબેતા મુજબ શરૂ થઈ જશે તેઓ નિર્ણય લેવાઈ ગયો હતો તેમ છતાં મોટા ભાગના લોકોની ટિકિટ બુક કરાવતા પહેલા છેલ્લી ઘડી સુધી પૂછપરછ ચાલુ રહી હતી.


ઓથોરિટી ના જણાવ્યા મુજબ આજે તમામ ફ્લાઈટ તેના સમય મુજબ જ ઓપરેટ થઈ છે. આ બે દિવસ એરપોર્ટ બંધ રહેતા સરેરાશ 15 થી 20 લાખની આવક એરપોર્ટની ગુમાવવાનો વારો આવ્યો છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application