એક તરફ ભગવાન રામનો પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ નજીક આવી રહ્યો છે. બીજી તરફ ઇન્ડિયા ગઠબંધનમાં સીટ શેરીંગનો મુદ્દો સમાધાન લાવવાનું નામ લેતો નથી. ત્યારે બિહારના રાજકારણમાં પણ નવા નવા નિવેદનો થઇ રહ્યા છે. ભાજપના રાજ્યસભા સાંસદ સુશીલ મોદીએ ત્યાં સુધી કહ્યું છે કે લાલુ યાદવે નીતિશ કુમારથી પોતાને દૂર કરી લીધા છે. પણ આ તરફ લાલુ યાદવે કહ્યું છે કે નીતિશ કુમાર સાથે બધુ બરાબર ચાલી રહ્યું છે. એટલું જ નહીં પૂર્વ સીએમ જીતન રામ માંઝીએ ઇન્ડિયા ગઠબંધન માટે ઘમંડી શબ્દપ્રયોગ કર્યો છે. તેમણે ઇન્ડિયા ગઠબંધનને ઘમંડી ગઠબંધન ગણાવ્યું છે.
વાસ્તવમાં નીતિશ કુમારના જૂના મિત્ર જીતનરામ માંઝીએ બુધવારે પટનામાં પ્રેસ કોન્ફરન્સ કરી હતી. આ વેળા તેમણે વાતચીત કરતા કહ્યું હતું કે, "દેશ આજે આગળ વધી રહ્યો છે. વિજ્ઞાનની વાત હોય કે G20 આર્થિક દૃષ્ટિકોણથી પણ બધું બરાબર છે. નરેન્દ્ર મોદીના હાથમાં ભારત દરેક રીતે સુરક્ષિત છે."
એનડીએમાં સીટ શેરીંગના પૂછાયેલા સવાલના જવાબમાં જીતનરામ માંઝીએ કહ્યું હતું કે, અમે સૌ ભાગ્યશાળી છીએ કે અમે એનડીએ સાથે જોડાયેલા છીએ. એનડીએમાં કોઇ બફાટ નથી. મહત્વનું છે કે માંઝીએ સારી અને મીઠી વાતો કરી પરંતુ સીટ વહેંચણી માટે કોઇ સ્પષ્ટ જવાબ આપ્યો નહોતો. તેમણે મીડિયામાં સીટ વહેંચણીની ચર્ચા ન હોય તેમ કહી આ બાબત ટાળી દીધી હતી.
આ સાથે જીતનરામ માંઝીએ ઈન્ડિયા ગઠબંધનની ખેંચતાણ પર કટાક્ષ કરતા કહ્યું હતું કે,"અમે એ કહી રહ્યા છીએ કે ઘમંડી ગઠબંધનમાં કોઈ હિસાબ નથી. એકબીજામાં વિવાદ જોવા મળે છે. એકને પહેલા વડાપ્રધાન બનવાનું સપનું બતાવી સેનાપતિની ખુરશી દેખાડવામાં આવી. આ ઘમંડી ગઠબંધન અંદરથી તૂટી પડયું છે. બે-ચાર દિવસમાં તેનું કોઇ અસ્તિત્વ નહીં રહે. આ વેળા માંઝીએ ફરી ઉચ્ચારણ કર્યું કે એનડીએમાં કોઇ સમસ્યા નથી. બધા પોતાની રીતે કામ કરી રહ્યા છે. એનડીએ જીત માટે પ્રયાસ કરી રહ્યું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગરના ત્રણ પોલીસ હેડ કોન્સ્ટેબલને એ.એસ.આઈ. તરીકે પ્રમોશન અપાયા
April 04, 2025 10:28 AMજામનગરના વેપારીને ચેક પરતના કેસમાં બે વર્ષની જેલસજાનો આદેશ
April 04, 2025 10:25 AMઈશરધામ (સચાણા) ખાતે રવિવારે ઈશર નોમની ઉજવણી
April 04, 2025 10:22 AMજામનગરના એસપી પ્રેમસુખ ડેલુએ જન્મદિવસ ઉજવણી દિવ્યાંગ બાળકો સાથે કરી
April 04, 2025 10:17 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech