જાણી લો રામલલાના પ્રાણપ્રતિષ્ઠા સમયે ગર્ભગૃહમાં પીએમ મોદી સાથે કોણ રહેશે હાજર?

  • December 28, 2023 01:36 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

અયોધ્યાના શ્રીરામ મંદિરનું ઉદ્ઘાટન આવતા વર્ષે 22 જાન્યુઆરીએ થવાનું છે. તે જ દિવસે રામલલાના પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવનો ભવ્યાતિભવ્ય કાર્યક્રમ પણ યોજાવાનો છે. રામલલાના અભિષેકની સંપૂર્ણ વિધિ વિધાન સાથે પૂજા કરવામાં આવશે. પ્રાણપ્રતિષ્ઠા સમયે ભગવાન રામની મૂર્તિની આંખો પર પટ્ટી બાંધવામાં આવશે. મળતી જાણકારી અનુસાર જયારે ભગવાન રામની મૂર્તિની આંખની પટ્ટી હટાવવામાં આવશે ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગર્ભગૃહમાં રહેશે. આ દરમિયાન પીએમ મોદી ઉપરાંત ગર્ભગૃહ સંઘના વડા મોહન ભાગવત, મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ, રાજ્યપાલ આનંદીબેન પટેલ અને મુખ્ય આચાર્ય પણ એ વેળા ત્યા હાજર રહેશે.


પ્રાણ પ્રતિષ્ઠાની પૂજા માટે આચાર્યોની ટીમો બનાવવામાં આવી છે. પ્રથમ ટીમ સ્વામી ગોવિંદ દેવ ગિરીના નેતૃત્વમાં છે. બીજી ટીમ કાંચી કામકોટી શંકરાચાર્ય વિજયેન્દ્ર સરસ્વતીના નેતૃત્વમાં છે. ત્રીજી ટીમમાં કાશીના 21 વિદ્વાનો હશે. અભિષેક સમયે ગર્ભગૃહને પડદાથી બંધ કરી દેવામાં આવશે. ભગવાન રામની મૂર્તિની આંખ પર પટ્ટી હટાવ્યા બાદ તેમને અરીસો બતાવવામાં આવશે. ભગવાન રામ આ અરીસામાં સૌથી પહેલા પોતાનો ચહેરો જોશે.


રામમય દેખાશે અયોધ્યા નગરી

અયોધ્યામાં શ્રીરામ મંદિરના ઉદ્ઘાટન માટે વહીવટીતંત્ર સંપૂર્ણ રીતે તૈયારીઓથી સજજ થઇ રહ્યું છે. રામ મંદિરમાં કોતરણીને કારણે અયોધ્યામાં બ્યુટીફિકેશનનું કામ ચાલી રહ્યું છે અને આખી અયોધ્યા રામમય દેખાશે. શહેરના ચોકેચોકમાં કેસરી રંગના ધ્વજ અને ખાસ પ્રકારના ચિત્રો પણ બનાવવામાં આવ્યા છે.


ઉદ્ઘાટન પહેલા અયોધ્યા પહોંચશે પીએમ મોદી

મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ ગુરુવારે અયોધ્યાની મુલાકાતે છે. સીએમ યોગી મંદિર પરિસરમાં નિર્માણાધીન કામની સમીક્ષા કરશે. આ સાથે તેઓ સંબંધિત અધિકારીઓ સાથે બેઠક કરશે. તો આ તરફ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ 30 ડિસેમ્બરે અયોધ્યા પહોંચવાના છે. પીએમ મોદી અયોધ્યા એરપોર્ટનું ઉદ્ઘાટન કરશે. ઉલ્લેખનીય છે કે પીએમ મોદીની આ અયોધ્યા મુલાકાત રામ મંદિરના ઉદ્ઘાટન પહેલા થવાની છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application