જાણો અયોધ્યામાં રામમંદિરના ઉદ્ધાટન મામલે શું કહ્યું નેતા ફારુક અબ્દુલ્લાએ?

  • December 30, 2023 01:49 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


અયોધ્યામાં પૂર્ણ થયેલા ભવ્ય રામ મંદિરના ઉદ્ઘાટનને લઈને દેશભરમાં રાજકીય વાદ વિવાદ ચાલુ છે. આ અંગે વિવિધ પાર્ટીઓ અને નેતાઓ ખાસ કરીને ભાજપ કે પીએમ મોદી પર પ્રહારો કરી રહ્યા છે. ત્યારે નેશનલ કોન્ફરન્સના નેતા અને જમ્મુ-કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી ફારુક અબ્દુલ્લાએ મંદિરના ઉદ્ઘાટન બદલ અભિનંદન પાઠવ્યા છે. આ સાથે તેમણે કહ્યું છે કે રામ માત્ર હિંદુઓના જ નહીં પરંતુ સમગ્ર વિશ્વના છે. આ તકે તેમણે ભાઈચારાનો સંદેશ આપ્યો હતો.


એક વાતચીત દરમિયાન ફારુક અબ્દુલ્લાએ કહ્યું હતું કે, ભગવાન રામે ભાઈચારાની વાત કરી છે. તેંમણે એકબીજાને પ્રેમ અને મદદ કરવાની વાત કરી છે. ભગવાન રામે ક્યારેય કોઈને પછાડવાની વાત નથી કરી. તે કોઈ પણ ધર્મ કે જાતિનું જ કેમ ના હોય કે પછી તેની ભાષા કઈ છે તેનાથી કોઈ ફરક પડતો નથી. ભગવાન રામે સાર્વત્રિક સંદેશ આપ્યો છે. આ સાથે તેમણે એમ પણ કહ્યું હતું કે, રામ મંદિર ખુલવા જઈ રહ્યું છે ત્યારે આપણા દેશમાંથી ધીરે ધીરે લુપ્ત થઈ રહેલા ભાઈચારાને જાળવી રાખવા માટે કામ કરવું જોઇએ.  


આ સાથે જમ્મુ કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી ફારુક અબ્દુલ્લાએ જમ્મુ-કાશ્મીરમાં તાજેતરની આતંકવાદી ઘટનાઓમાં જવાનોની શહીદી પર તેમનું દુખ વ્યક્ત કર્યું હતું. તેમણે આતંકી ઘટનાઓને ધ્યાનમાં રાખી ફરી એકવાર પાકિસ્તાન સાથે વાતચીત કરવાની સલાહ આપી છે. તેમજ પડોશીઓ સાથે મિત્રતા અને વાતચીત થવી જોઈએ તેવો આગ્રહ રાખ્યો હતો. સાથે જ કહ્યું હતું કે, એ યાદ રાખવું જોઈએ કે બંને દેશો પરમાણુ સશસ્ત્ર દેશ છે. આતંકવાદને ધર્મ સાથે જોડવાની બાબતનો તેમણે વિરોધ વ્યક્ત કર્યો હતો. આ મુદ્દે તેમનું વલણ સ્પષ્ટ કરી કહ્યું હતું કે, ધર્મ ક્યારેય આતંકવાદને મંજૂરી આપતો નથી. તમને જણાવી દઈએ કે ત્રણ દિવસ પહેલા જ ફારુક અબ્દુલ્લાએ કહ્યું હતું કે જો પાડોશી દેશ પાકિસ્તાન સાથે આતંકવાદ પર વાતચીત નહીં થાય તો કાશ્મીરની સ્થિતિ ગાઝા જેવી થઈ જશે.





લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application