ખંભાળિયા અને ભાણવડ પંથકમાં માવઠાથી ધરતીપુત્રો હાલાકીમાં

  • March 21, 2023 07:04 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં છેલ્લા ત્રણ દિવસથી વાતાવરણમાં નોંધપાત્ર પલટો આવ્યો છે. હવામાન વિભાગની આગાહી મુજબ દરરોજ જુદા જુદા વિસ્તારોમાં કમોસમી માવઠાથી ખેતરોમાં વ્યાપક નુકસાની થવા પામી છે. ખંભાળિયાના ગ્રામ્ય વિસ્તારો વડત્રા, ખોખરી વિગેરે ગામોમાં ગઈકાલે સોમવારે વરસાદી ઝાપટા વરસ્યા હતા. જેના પગલે નદીઓમાં પાણી ચાલી નીકળ્યા હતાં.


ભાણવડ પંથકમાં પણ સોમવારે વરસાદી માવઠું વરસ્યું હતું. પવન સાથે આ કમોસમી વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી હતી. આ વરસાદના કારણે ખેડૂતોને ખેતરોમાં વ્યાપક નુકસાની પણ થવા પામી છે. આજે સવારથી ગુલાબી ઠંડી સાથે ઉઘાડ વચ્ચે આકાશ સ્વચ્છ બની રહ્યું હતું.


સુકા મરચા, ઘઉં, કપાસ અને અન્ય તૈયાર થયેલો જથ્થો પલળી ગયો હતો, કેટલાક સ્થળોે જીરાના પાક ઉપર પણ પાણી પડયું હતું, કમોસમી વરસાદને કારણે ખેડુતો પાયમાલ થઇ ગયા છે, હજુ પણ તા.૨૪ થી ૨૬ દરમ્યાન માવઠુ પડશે તેવી હવામાન ખાતાએ આગાહી કરી છે જેને કારણે ધરતીપુત્રોમાં ચિંતા પ્રસરી છે. ગઇકાલે મુખ્યમંત્રીએ તમામ કલેકટરોની બોલાવેલી વીડીયો કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે, જે-જે ગામમાં વરસાદ થયો છે તેનો સર્વે કરવાની જરૂર છે અને અઠવાડીયા બાદ જો વરસાદ થાય તો તેને પણ સર્વેમાં સામેલ કરી દેવાનો રહેશે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application