ખાલિસ્તાની આતંકી પન્નૂ છે જીવિત, UN મુખ્યાલયની સામેથી વિડીયો બનાવીને કર્યો શેર

  • July 07, 2023 09:52 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)



કાર અકસ્માતમાં મોત થયાના સમાચાર આવ્યા હતા સામે : ખાલિસ્તાન માટે કેનેડામાં યોજાશે 10 સપ્ટેમ્બરે મતદાન



અમેરિકામાં રહેતા ખાલિસ્તાની આતંકવાદી ગુરપતવંત સિંહ પન્નુએ દાવો કર્યો છે કે તે હજુ પણ જીવિત છે. અગાઉ શીખ ફોર જસ્ટિસના સ્થાપક પન્નુ કાર અકસ્માતમાં માર્યા ગયા હોવાના અહેવાલ સામે આવ્યા હતા. હવે પન્નુએ ન્યૂયોર્કમાં યુનાઈટેડ નેશનના મુખ્યાલયની બહારથી એક વીડિયો જાહેર કરીને કાર અકસ્માતની તમામ અટકળોને રદિયો આપ્યો છે. તેણે દાવો કર્યો છે કે આ વીડિયો 5 જુલાઈના રોજ શૂટ કરવામાં આવ્યો છે. એટલું જ નહીં આતંકવાદી પન્નુએ ફરી એકવાર કેનેડા, ઓસ્ટ્રેલિયા, અમેરિકા અને બ્રિટનમાં ભારતીય રાજદ્વારીઓને ધમકી આપી છે.




આ વીડિયોમાં પન્નુ યુનાઈટેડ નેશનના મુખ્યાલયની બહાર જોવા મળે છે. તેણે વીડિયોમાં કહ્યું કે હું યુનાઈટેડ નેશનના મુખ્યાલયની બહાર ઊભો છું. તેણે કહ્યું કે 16 જુલાઈના રોજ કેનેડાના માલ્ટનમાં ખાલિસ્તાન માટે મતદાન થશે. આ પછી 10 સપ્ટેમ્બરે કેનેડાના વેનકુવરમાં મતદાન થશે. તેણે દાવો કર્યો હતો કે આતંકવાદી નજ્જરની હત્યા પાછળ ભારતીય રાજદ્વારીઓનો હાથ હતો. આ માટે તેઓ જવાબદાર રહેશે. તેણે કહ્યું કે હું તે છું જેને તમે મળવા માંગો છો, આવો.




હકીકતમાં, આતંકવાદી નજ્જરની હત્યા બાદ ખાલિસ્તાની આતંકવાદીઓ ગભરાટમાં છે અને છુપાઈને નાસી છૂટ્યા છે. પન્નુ પણ છેલ્લા ઘણા દિવસોથી જોવા મળ્યો ન હતો. હવે તેના મૃત્યુની અફવા પછી તે સામે આવ્યો છે અને વીડિયો જાહેર કરીને ફરી એકવાર ભારત અને ભારતીય રાજદ્વારીઓને ધમકી આપી છે. અગાઉ સોશિયલ મીડિયામાં અફવા ફેલાઈ હતી કે પન્નુનું અમેરિકામાં રોડ અકસ્માતમાં મોત થયું છે. જોકે, સત્તાવાર સૂત્રો દ્વારા આ વાતને પણ તરત જ નકારી કાઢવામાં આવી હતી.



આ પહેલા ખાલસા ટુડેના એડિટર સુખી ચહલે પણ પન્નુના મૃત્યુના સમાચારને ફગાવી દીધા હતા. તેમણે કહ્યું કે કેલિફોર્નિયામાં પન્નુના કાર અકસ્માતના સમાચાર ફેક છે. તેમણે કહ્યું કે લોકોએ ખોટી માહિતી ફેલાવવાથી બચવું જોઈએ. પન્નુને વર્ષ 2020માં ભારત સરકારે આતંકવાદી જાહેર કર્યો હતો. પન્નુ પાકિસ્તાની જાસૂસી સંસ્થા ISIના સંપર્કમાં છે અને ભારત વિરુદ્ધ વારંવાર ધમકીભર્યા નિવેદનો આપે છે. તે વિશ્વના ઘણા દેશોમાં ખાલિસ્તાન અંગે લોકમત ચલાવી રહ્યો છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application