સંસદમાં સ્મોક બોમ્બથી અટેક કરનારાઓને ખાલિસ્તાની આતંકવાદી પન્નૂએ કરશે 10 લાખની મદદ

  • December 14, 2023 05:42 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)



શીખ ફોર જસ્ટિસના જનરલ કાઉન્સિલ અને આતંકવાદી ગુરપતવંત પન્નૂએ આ ઘટનામાં સામેલ અટેકર્સ માટે ૧૦ લાખ રૂપિયાની કાનૂની સહાયની જાહેરાત કરી છે. પન્નૂએ કહ્યું કે, ૧૩ ડિસેમ્બરે સંસદનો પાયો હચમચી ગયો અને ખાલિસ્તાન લોકમત સંગ્રહ માટે  મતદાર રજિસ્ટ્રેશનની શરૂઆત સાથે તે હચમચતો રહેશે. ખાલિસ્તાની આતંકવાદી પન્નુએ તાજેતરમાં જ એક વીડિયો મેસેજ જારી કરીને સંસદ પર હુમલાની ધમકી આપી હતી. જોકે હજુ સુધી તમામ છ આરોપીઓ અને ખાલિસ્તાન મુવમેન્ટ વચ્ચે કોઈ કનેક્શન સામે નથી આવ્યું. ધમકીભર્યા વિડિયોમાં પન્નૂએ ૨૦૦૧ના સંસદ હુમલાના દોષી અફઝલ ગુરુનું પોસ્ટર અને 'દિલ્હી બનેગા ખાલિસ્તાન'નું શીર્ષક આપતા કહ્યું હતું કે ભારતીય એજન્સીઓ દ્વારા તેમની હત્યાનું કાવતરું નિષ્ફળ ગયું છે. તે ૧૩ ડિસેમ્બરે અથવા તે પહેલાં સંસદ પર હુમલો કરીને તેનો જવાબ આપશે.



ટીએમસી સાંસદ ડેરેક ઓ'બ્રાયનને કરાયા સસ્પેન્ડ


ગૃહમાં હંગામો કરવા બદલ ટીએમસી સાંસદ ડેરેક ઓ બ્રાયન સામે કાર્યવાહી કરાઈ છે. બ્રાયન ગુરુવારે રાજ્યસભામાં શિયાળુ સત્ર દરમિયાન સંસદમાં સુરક્ષામાં ખામીને લઈને સૂત્રોચ્ચાર કરી રહ્યા હતા. સૂત્રોચ્ચાર કરતા તેઓ સ્પીકરની બેઠક પર પહોંચ્યા હતા. આ પછી અધ્યક્ષે તેમને સમગ્ર સત્ર માટે સસ્પેન્ડ કરી દીધા છે. વિપક્ષના સાંસદો સતત 'જવાબ દો જવાબ દો'ના નારા લગાવી રહ્યા હતા. અધ્યક્ષે ડેરેકને તેના વર્તનને કારણે રાજ્યસભામાંથી બહાર જવાનું પણ કહ્યું હતું પરંતુ અધ્યક્ષ દ્વારા વારંવાર વિનંતી કરવા છતાં તે બહાર ન ગયા. આ પછી રાજ્યસભાના અધ્યક્ષ જગદીપ ધનખરે તેમને સમગ્ર સત્ર માટે સસ્પેન્ડ કરી દીધા છે. આ પછી, વિપક્ષી પાર્ટીઓના નેતાઓ સ્પીકરની ખુરશીની નજીક આવ્યા અને 'તાનાશાહી નહીં ચાલે' અને 'ડેરેકનું સસ્પેન્શન સહન કરવામાં નહીં આવે' જેવા નારા લગાવવા લાગ્યા. હોબાળા વચ્ચે અધ્યક્ષે પ્રશ્નકાળ શરૂ કરવાનો પ્રયાસ કર્યો હતો. જો કે વિપક્ષના સભ્યો દ્વારા સૂત્રોચ્ચાર ચાલુ રહ્યો હતો. તેથી અધ્યક્ષ દ્વારા ગૃહની કાર્યવાહી ૨ વાગ્યા સુધી સ્થગિત કરી દેવાઇ હતી.



૮  સુરક્ષા કર્મચારીઓ સસ્પેન્ડ

 
સંસદ ભવનના સુરક્ષા કર્મચારીઓ સાથે સંકળાયેલા ૮ લોકોને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. સંસદ ભવનની સુરક્ષા લેપ્સ કેસમાં સરકાર દ્વારા અત્યાર સુધીમાં ૩ મોટી કાર્યવાહી કરવામાં આવી છે. ગૃહ મંત્રાલયે આ મામલાની તપાસ માટે એક ઉચ્ચ સ્તરીય સમિતિની રચના કરી છે. દિલ્હી પોલીસની સ્પેશિયલ સેલ આ કેસની આતંકવાદ વિરોધી કલમો હેઠળ કડક રીતે તપાસ કરી રહી છે અને આઠ સુરક્ષા કર્મચારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા.  




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application