બાળકોથી લઈને પુખ્ત વયના દરેકને શિયાળામાં ત્વચા સંબંધિત સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. આ સિઝનમાં ત્વચા શુષ્ક થાય, ખંજવાળ આવે અથવા તો બળતરા થાય તેવી ફરિયાદો સામાન્ય રીતે રહેતી હોય છે. ત્યારે શિયાળાની સિઝનમાં ત્વચાની ખાસ કાળજી રાખવી આવશ્યક બની રહે છે. ખાસ કરીને જયાં નાના બાળકોની વાત આવે ત્યારે બેદરકારીને બિલકુલ પણ અવકાશ રહેતો નથી. ત્યારે શિયાળાની સિઝનમાં બાળકોની ત્વચાની કાળજી લેતી વેળા આ બાબતોનું ધ્યાન રાખવું અનિવાર્ય બની રહે છે.
બાળકોનું સ્નાન
બાળકની ત્વચા અતિ સંવેદનશીલ હોય છે, તેથી તેને સ્નાન કરતી વખતે હળવા સાબુનો ઉપયોગ કરવો ખાસ કરીને શિયાળાના સમયમાં બાળકોને સ્નાન કરાવો ત્યારે હૂંફાળા પાણીનો ઉપયોગ કરો.
ડાયપર સંભાળ
ઘણીવાર એવું જોવા મળે છે કે લાંબા સમય સુધી ડાયપર પહેરવાને કારણે બાળકોને અસરગ્રસ્ત જગ્યા પર ફોલ્લીઓ અને બળતરા જેવી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. તેથી, ધ્યાનમાં રાખો કે સમયે સમયે બાળકોના ડાયપર બદલતા રહો અને ડાયપરને કારણે થતી સમસ્યાઓથી બચવા માટે ખાસ ક્રીમનો ઉપયોગ કરો.
મોઇશ્ચરાઇઝર
શિયાળાની ઋતુમાં ત્વચામાં ભેજ ઓછો થવા લાગે છે. જેના કારણે ત્વચા શુષ્ક થવા લાગે છે. બાળકોની ત્વચા સાથે પણ એવું જ થાય છે. ખાસ કરીને બાળકોની ત્વચા ખૂબ જ કુમળી હોય છે. તેથી, ધ્યાનમાં રાખો કે બાળકોની ત્વચાને હાઇડ્રેટેડ રાખવા માટે ફ્રેગરન્સ ફ્રી બેબી મોઇશ્ચરાઇઝરનો ઉપયોગ કરો.
સનસ્ક્રીન
જો તમે શિયાળામાં તમારા બાળકને સૂર્યના સંપર્કમાં આવવા માટે ઘરની બહાર લઈ જાવ છો તો છ મહિનાથી નાના બાળકની ત્વચા પર સનસ્ક્રીનનો ઉપયોગ કરવો જોઇએ નહીં.
ખાસ કાળજી
બાળકોમાં ત્વચા સંબંધિત સમસ્યાઓ ટાળવા માટે હળવા ઉત્પાદનોનો ઉપયોગ કરો. તમારે ફ્રેગરન્સ ફ્રી બેબી સ્પેશિયલ સ્કિન કેર પ્રોડક્ટ્સનો ઉપયોગ કરવો જોઈએ.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઅચાનક કેમ વધી ગરમી? ઠંડીની મૌસમમાં લોકો પાડી રહ્યા છે પરસેવો...જાણો કારણ
January 22, 2025 10:58 PMગુજરાતનો 'મણિયારો રાસ' રાષ્ટ્રીય સ્તરે ચમક્યો: ગણતંત્ર દિવસની ઉજવણીમાં ત્રીજો ક્રમ મેળવ્યો
January 22, 2025 10:54 PMઅમદાવાદ કોલ્ડપ્લે કોન્સર્ટ: 3800થી વધુ પોલીસ, સુરક્ષાથી લઈને સ્વાસ્થ્ય સુધીની તમામ તૈયારીઓ પૂર્ણ
January 22, 2025 10:51 PMIND vs ENG 1st T20: કોલકાતામાં ભારતે ઇંગ્લેન્ડને 7 વિકેટે હરાવ્યું, અભિષેક શર્માની વિસ્ફોટક ઇનિંગ
January 22, 2025 10:46 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech