હજારો પશુપાલકો અને દૂધ મંડળીઓ માટે રાજકોટ દૂઘ સંઘે મહત્વનો નિર્ણય લીધો, જાણો શું લાભ મળશે

  • April 11, 2025 06:10 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટ દૂધ સંઘનાં અધ્યક્ષ ગોરધનભાઈ ધામેલિયા અને નિયામક મંડળના સભ્યો દ્વારા સંઘ સાથે જોડાયેલા હજારો દૂધ ઉત્પાદકોના આર્થિક અને સામાજિક હિતોને ધ્યાનમાં રાખીને નિર્ણયો લેવામાં આવ્યો છે. હાલની ઉનાળાની ગરમીને ધ્યાનમાં રાખીને દૂધ ઉત્પાદકોને આર્થિક રીતે મદદ થવાનાં ઉદેશથી સંઘનાં નિયામક મંડળે પ્રતિ કિલોફેટે રૂ.૧૦નો ભાવ વધારો કરીને પ્રતિ કિલોફેટનો ભાવ રૂ.૮૦૦ કરવાનો નિર્ણય કર્યો છે. 


દૂધ મંડળીઓ દૂધ ઉત્પાદકોને પ્રતિ કિલોફેટનો ભાવ રૂ.૭૯૫ ચૂકવશે

અત્યારે દૂધ મંડળીઓને પ્રતિ કિલોફેટનો ભાવ રૂ.૭૯૦ ચૂકવવામાં આવી રહ્યો છે. દૂધ સંઘ દ્વારા તા. ૧૧/૦૪/૨૦૨૫થી દૂધ મંડળીઓને પ્રતિકિલો ફેટે રૂ.૮૦૦ ચૂકવવામાં આવશે અને દૂધ મંડળીઓ તેના દૂધ ઉત્પાદકોને પ્રતિ કિલોફેટનો ભાવ રૂ.૭૯૫ ચૂકવશે. આ નિર્ણયથી દૂધ સંઘ સાથે જોડાયેલ ૫૦ હજારથી વધારે દૂધ ઉત્પાદકોને આર્થિક ફાયદો થશે. આ જાહેરાત દૂધ સંઘના અધ્યક્ષ ગોરધનભાઈ ધામેલિયા તરફથી કરવામાં આવી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application