રામ નવમી પર ભડકાઉ ભાષણ આપનાર કાજલ હિન્દુસ્તાની જેલ હવાલે, ઉના કોર્ટે જામીન કર્યા નામંજૂર 

  • April 09, 2023 03:58 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

અહેવાલો મુજબ ઉનામાં રામનવમીના પર ભડકાઉ ભાષણ આપ્યાના મામલે  કાજલ હિન્દુસ્તાની સામે ગુનો નોંધાયા બાદ આજે પોલીસે તેની ધરપકડ કરી કોર્ટમાં રજૂ કરવામાં આવી છે. આ બાદ કાજલ હિન્દુસ્તાનીને જેલમાં મોકલી દેવામાં આવી છે. કાજલ હિન્દુસ્તાની વિરૂદ્ધ દાખલ કરવામાં આવેલી એફઆઈઆરમાં આરોપ લગાવવામાં આવ્યો છે કે તેણીએ એક ખાસ સમુદાયને નિશાન બનાવીને ઉશ્કેરણીજનક નિવેદનો કર્યા હતા. આ પછી, મુસ્લિમ સમુદાયે રસ્તા પર ઉગ્ર વિરોધ કર્યો હતો. હાલ કાજલ હિન્દુસ્તાની જામીન અરજી ઉના કોર્ટે નામંજૂર કરી તેણીને જુનાગઢ જેલ હવાલે કરાઈ છે.


કાજલ હિન્દુસ્તાનીનું સાચું નામ કાજલ શીંગાળા છે. ઉનામાં ભગવાન રામની શોભાયાત્રામાં 30 હજારથી વધુ લોકોએ ભાગ લીધો હતો. શોભાયાત્રા બાદ ત્રિકોણ બાગ પાસેની રાવણવાડી ખાતે ધાર્મિક સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. આમાં કાજલ હિન્દુસ્તાનીએ ભાષણ આપ્યું હતું. કાજલ હિન્દુસ્તાનીએ પોતાના ભાષણમાં લવ જેહાદ અને લેન્ડ જેહાદ સહિત અનેક મુદ્દાઓ પર વાત કરી હતી. 


ઉનામાં આ જ મુદ્દે કર્મચારીઓએ રસ્તા પર બેસીને વિરોધ કર્યો હતો. આ ઘટનાના વિરોધમાં સ્થાનિક 'ચેમ્બર ઓફ કોમર્સ'એ પણ ઉના બંધનું એલાન આપ્યું હતું. ગુજરાતના વડોદરામાં પણ રામ નવમી દરમિયાન શોભા યાત્રા દરમિયાન ભારે પથ્થરમારો થયો હતો, જે બાદ પોલીસ-પ્રશાસને કડક વલણ અપનાવતા અનેક લોકોની ધરપકડ કરી હતી. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application