જેતપુર: ભાદર કેનાલમાં કચરો જામ થઈ જતાં છલકાયેલા પાણી ઉભા પાક ઉપર ફરી વળ્યા

  • November 28, 2023 10:25 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

બે જિલ્લ ાઓના ૪૬ ગામોને સિંચાઈનું પાણી પુરી પાડતી સૌરાષ્ટ્રની સૌથી મોટી એવી ભાદર કેનાલમાં શિયાળું પાકના પિયત માટે ગઈકાલે પાણી છોડવામાં આવ્યું હતું. પરંતુ હજુ મોટા ભાગની કેનાલ સફાઈ થઈ ન હોવાથી કેનાલમાં રહેલ કચરાને કારણે કેનાલ જામ થઈ પાણી છલકવાઇ ઉભા પાકમાં ફરી વળવાની ભીતી સેવાઈ રહી છે.
ઈ.સ .૧૯૫૪માં ૪૫૪.૭૫ લાખના ખર્ચથી સિંચાઇના હેતુથી ભાદર ડેમ કે જેની ૬૬૪૮ એમસીએફટી પાણી સમાવવાની ક્ષમતા ધરાવવા સાથે સૌરાષ્ટ્રનો બીજા નંબરનો સૌથી મોટો ડેમ છે. જ્યારે આ ડેમની કેનાલ ૧૯૫ કિમી સ્ત્રાવ સાથે સૌરાષ્ટ્રની સૌથી મોટી કેનાલ છે અને કેનાલ દ્વારા રાજકોટ અને જૂનાગઢ જિલ્લ ાના ૪૬ ગામોની ૨૬૮૪૨ હેક્ટર જમીનને સિંચાઇનુ પાણી પૂરુ પાડે છે. 
​​​​​​​
જેમાં ચાલુ વર્ષે સૌરાષ્ટ્રમાં અનિયમિત જ‚રીયાત  વરસાદ પડતા મોટા ભાગનો પાક નિષ્ફળ ગયો અથવા તો બગડી ગયો. ચોમાસુ પાક નિષ્ફળ જતા ખેડૂતો રવિ પાક પર આશા રાખીને બેઠા છે. ત્યારે ખેડૂતોની આતુરતાનો અંત આવ્યો ગઈકાલે ભાદર સિંચાઈ વિભાગ દ્વારા કેનાલમાં પાણી છોડવામાં આવ્યું હતું. આ અંગે ડેમના ઈજનેર મિતેષ મોવલીયાએ જણાવેલ કે, ૩૪ ફૂટની સપાટી ધરાવતા ભાદર ડેમમાં હાલ ૩૧.૫૦ ફૂટ પાણી ૫૪૦૦ એમસીએફટી પાણીનો હયાત જથ્થો હોય તેમાંથી બે હજાર એમસીએફટી જથ્થો સિંચાઈ માટે અનામત રાખેલ હતો. ૨૭ હજાર હેકટર સિંચાઈની જમીનમાંથી આઠ હજાર હેકટરનું આયોજન કરેલ જેમાં હાલ પાંચ હજાર જેટલા ખેડૂતોના પિયત માટેના ફોર્મ ભરાયા હતા. કેનાલ છોડવામાં આવી હતી. અને રવિ પાક માટે છ પાણ આપવામાં આવશે.કેનાલમાં પાણી છોડતા પૂર્વે દર વર્ષે તેની સફાઈ કરવામાં આવતી હોય છે. પરંતુ ચાલુ વર્ષે રવિ પાકના સિંચાઈ માટે  સિંચાઈ વિભાગ દ્વારા હજુ મોટા ભાગની કેનાલ સફાઈ થઈ ન હોય અને પાણી છોડવામાં આવ્યું છે. કેનાલમાં પુષ્કળ પ્રમાણમાં ઠેરઠેર જાળી જાંખળા ઉગી નીકળેલ છે અને જાણે વોકળો હોય તેટલો કચરાથી કેનાલ લથબથ હોય તેટલી ઠેરઠેર ભરાયેલ છે. આવી સ્થિતિમાં કેનાલમાં પાણી છોડતા આ બધો કચરો તેમજ જાળી જાંખણાં તણાઈને કેનાલમાં પહોંચી જવાની સંભાવના સેવાઈ રહી છે. ગત વર્ષે જાળી જાંખણાને કારણે ખજૂરી ગુંદાળા પાસે કેનાલ જામ થઈ જતાં કેનાલ છલકાતા તેનું પાણી ઉભા પાક પર વળી વળતા પાકનો સોથ વળી ગયો હતો તેવી ભીતિ આ વખતે પણ સેવાઈ રહી છે. આ અંગે સિંચાઈ ઈજનેર મોવલીયાએ જણાવેલ કે કેનાલમાં પાણી આગળ વધે તેની સાથે સફાઈની કામગીરી પણ કોન્ટ્રાકટર દ્વારા ચાલુ જ છે. જો કે, ઇજનેરની આ વાત કોઈ રીતે માની ન શકાય તેવું ખેડૂતો જણાવી રહ્યા છે કેમ કે, કેનાલની સફાઈ થઈ ગયા બાદ પાણી છોડવાનું હોય છે. નહીં કે પાણી ચાલુ હોય તે દરમીયાન અને પાણી ચાલુ હોય તે દરમીયાન કેનાલમાં સફાઈ પણ શક્ય નથી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application