જામનગરના ટ્રાન્સપોર્ટરનો અનોખો વિરોધ: સાંઢીયા ગાડી પાછળ બાંધીને ખેંચ્યા ટ્રક

  • April 27, 2023 05:18 PM 

જામનગરના એક ટ્રાન્સપોર્ટર દ્વારા તાજેતરમાં એક ટ્રકના વેચાણ કંપની માંથી પાંચ ટ્રકની ખરીદી કરવામાં આવી હતી.


જે ટ્રક ખામીવાળા હોવાના કારણે અનેક રજૂઆતો છતાં ટ્રક બદલી નહીં આપતાં આખરે ટ્રાન્સપોર્ટર દ્વારા તમામ ટ્રક ને સાંઢીયા ગાડી સાથે બાંધીને કંપનીના દ્વારે લઈ જવામાં આવ્યા હતા, અને ઢોલ નગારા વગાડીને કંપનીના દ્વારે અનોખો વિરોધ કરવામાં આવ્યો હતો, જેથી ભારે કુતુહલ ફેલાયું છે. આ બનાવની વિગત એવી છે કે જામનગરના એક ટ્રાન્સપોર્ટ ના ધંધાર્થી દ્વારા તાજેતરમાં એક ખાનગી કંપની માંથી પાંચ ટ્રકની ખરીદી કરવામાં આવી હતી, જે તમામ ટ્રકમાં ખામી હતી, અને કંપની પાસે સર્વિસ કરાવડાવી હતી.


​​​​​​​ જેના માટે રાજકોટ અને અમદાવાદથી પણ ઇજનેરો આવ્યા હતા, અને બે થી ત્રણ વખત રીપેર કરવા છતાં ખામી દૂર થઈ ન હતી. જેથી ટ્રાન્સપોર્ટર દ્વારા વિરોધ દર્શાવવામાં આવ્યો હતો, અને ટ્રક પરત આપી દેવા જણાવ્યું હતું. પરંતુ ટ્રક ના વેચાણ ની પેઢી દ્વારા ટૂંક સમયમાં કંપની મારફતે રીપેરીંગ કામની પ્રક્રિયાઓ પૂર્ણ કરી દેવામાં આવશે, તેમ જણાવ્યું હતું.


પરંતુ ટ્રાન્સપોર્ટર દ્વારા ટ્રક પરત આપી દેવાની પ્રક્રિયા કરવામાં આવી હતી. કંપનીને જગાડવા માટે આજે સવારે તમામ પાંચ ટ્રકોને ઉંટગાડી સાથે બાંધીને હાપા સ્થિત કંપનીના શોરૂમના દ્વારે લઈ જવામાં આવ્યા હતા, અને સાથે સાથે ઢોલ નગારા વગાડીને અનોખો વિરોધ કરવામાં આવ્યો હતો. જેને લઇને ભારે કુતુહલ પ્રસર્યું છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application