જામનગરમાં કરબલાના શહીદોની યાદમાં બનતા કલાત્મક તાજીયાઓને અપાતો આખરી ઓપ

  • July 17, 2023 06:29 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ઇમામ-એ-આલી મકામ, શહીદ-એ-આઝમ સૈયદના હઝરત ઇમામ હુસેન (ર.અ.)ની મહાનતમ શહાદતના દિવસો નજીક આવી રહ્યા છે, જો કાલે મંગળવારે બીજ થાય તો બુધવારથી મહોરમની શરૂઆત  થશે અને જો કાલે ચાંદ ન થાય તો ગુરૂવારથી મહોરમ માસ શરૂ થશે અને કરબલાના ૭૨ મહાનતમ શહીદોની યાદમાં સમગ્ર મુસ્લિમ સમાજ ડુબી જશે, અશ્રુઓની અંજલિ આપવામાં આવશે, ઠેર ઠેર વાએઝના આયોજન થશે, સબીલો પર ન્યાઝ અને ખાસ કરીને સરબતનું વિતરણ કરીને શહીદોની પ્યાસને પણ યાદ કરવામાં આવશે, પરંપરા મુજબ મહોર્રમ માસની નવમી તારીખે બપોરે કલાત્મક તાજીયા પળમાં આવશે, જામનગર શહેર-જિલ્લામાં અંદાજે પ૦૦ જેટલા તાજીયાઓ બનાવવામાં આવે છે, બે-ત્રણ માસની મહેનત બાદ અત્યંત આકર્ષક તાજીયાઓ બનાવવામાં આવે છે અને સરઘસ‚પી ફેરવીને શહીદોની યાદને તાજી કરવામાં આવે છે, જામનગર શહેરમાં બનતા તાજીયાઓને આખરી ટચ આપવામાં આવી રહ્યો છે, દરરોજ સાંજ ઢળીયા બાદ સેંકડો લોકો જુદા જુદા સ્થળે તાજીયા બનાવવા માટે કામમાં લાગી જાય છે અને મોડી રાત અથવા આખી રાત સુધી તાજીયાઓ બનાવવામાં આવી રહ્યા છે, જામનગર, બેડી, સલાયા સહિતના સ્થળોએ અત્યંત અદ્દભૂત આકર્ષક અને જબરદસ્ત મીનાકારી દર્શાવતા તાજીયાઓ જોવા મળે છે, આ વખતે પણ જુદા જુદા સ્થળે તાજીયાઓ બનાવવા માટે જહેમત ઉઠાવવામાં આવી રહી છે અને કરબલાના શહીદોને યાદ કરવા માટેના દિવસો નજીક આવી રહ્યા હોવાથી તૈયારીઓને પૂર્ણ કરવામાં આવી રહી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application