શ્રેણીબદ્ધ ધડાકાઓથી ધ્રુજી ઉઠ્યું જામનગર

  • February 22, 2023 11:56 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

આજ સવારથી બપોર સુધીમાં જામનગર શહેરમાં શ્રેણીબદ્ધ ધડાકાઓ સંભળાતા અને ધડાકાઓની તિવ્રતા વધુ હોવાના કારણે ઊંચી ઈમારતોના કાચ ખળભળી ઉઠતાં ચર્ચા જાગી હતી. જો કે, હવે એ બાબત સ્પષ્ટ થઈ ગઈ છે કે, મોટા ભાગે જે ધડાકાઓ થાય છે તે વાયુસેનાની પ્રેક્ટિસના હોય છે એટલે આજના ધડાકા પણ આ જ પ્રકારના હોવાની પૂરી સંભાવનાઓ છે. 


સવારના ૯ વાગ્યા બાદથી ધડાકાઓ સંભળાવાનું શરૂ થયું હતું અને સમયાંતરે પ્રચંડ ધડાકાઓ થતાં હતાં જેનાથી ઊંચી ઈમારતોમાં રીતસરની ધ્રુજારી અનુભવાતી હતી. બિલ્ડિંગોના બારી-બારણાં અને કાચ પણ ખખડવા લાગ્યા હતાં.


એક વ્યક્તિની ગણતરી મુજબ લગભગ ર૦થી વધુ ધડાકા બપોર સુધી થયાં હતાં, આ સંબંધે ‘આજકાલ’ દ્વારા જામનગરના સિસ્મોલોજી વિભાગનો સંપર્ક કરવામાં આવ્યો હતો ત્યારે એમણે કહ્યું હતું કે, આ ધડાકાઓ કોઈ ભૂગર્ભીય હલચલના નથી. દરમિયાનમાં જ્યારે પણ ધડાકા થતાં હતાં ત્યારે થોડી મિનિટો બાદ આકાશમાં ફાઈટર વિમાન જોવા મળતાં હતાં જેનાથી ધડાકાઓ શું કામ થતાં હતાં? એ બાબત સ્પષ્ટ થઈ હતી. જો કે, ઘણાં દિવસો બાદ એકધારા ધડાકાઓના કારણે લોકોમાં ચર્ચા જાગી હતી.


તુર્કી-સીરિયામાં સદીનો સૌથી ભયાનક ભૂકંપ આવ્યો છે, બે-ત્રણ દિવસ પહેલાં કચ્છમાં પણ ૩થી વધુની તિવ્રતાના આંચકા નોંધાયા છે અને આ બધી બાબતો જાણતાં લોકો ભૂગર્ભના ધડાકાઓને એક તબક્કે ગંભીરતાથી લઈ લે છે, પરંતુ અહીં થતાં ધડાકા ભૂગર્ભીય હલચલના નહીં હોવાનું સામે આવ્યા બાદ લોકોમાં રાહત જોવા મળી હતી.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application