We-20 કાર્યક્રમ બંધ કરાવવા પહોચી પોલીસ, જયરામ રમેશે કહ્યું, "નરેન્દ્ર મોદીને એક મહાન ઇવેન્ટ મેનેજર"

  • August 19, 2023 03:14 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)



G-20ની તર્જ પર લેફ્ટ સામાજિક સંગઠનો દ્વારા આયોજિત We-20 કાર્યક્રમમાં મોટી સંખ્યામાં પોલીસ પહોંચી છે અને મળતી માહિતી મુજબ લોકોને રોકવામાં આવી રહ્યા છે. આ કાર્યક્રમમાં જયરામ રમેશ સહિત કેટલાક વિપક્ષી નેતાઓ હાજર છે. જયરામ રમેશે ટ્વીટ કરીને આ અંગેની માહિતી આપી છે. તેમણે કહ્યું કે આ નવા ભારતની લોકશાહી છે. આ કાર્યક્રમ નવી દિલ્હીમાં ITOની બાજુમાં માતા સુંદરી કોલેજ પાસે આવેલા હરકિશન સિંહ સુરજિત ભવન ખાતે ચાલી રહ્યો છે.


કોંગ્રેસના વરિષ્ઠ નેતા જયરામ રમેશે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર લખ્યું, "અસાધારણ રીતે, દિલ્હી પોલીસ લોકોને CPM બિલ્ડિંગની અંદર 'We, The People' નું પ્રતિનિધિત્વ કરતા કાર્યકરો દ્વારા આયોજિત 'we-20' મીટિંગમાં ભાગ લેવાથી રોકી રહી છે. મીટિંગ સંપૂર્ણપણે શાંતિપૂર્ણ છે, કોઈ વિરોધ નથી."


મીટિંગમાં તેમની હાજરી વિશે માહિતી આપતા જયરામ રમેશે આગળ લખ્યું કે "દિલ્હી પોલીસની કાર્યવાહી શરૂ થાય તે પહેલા હું સવારે 10:30 વાગ્યે પ્રવેશવામાં સફળ રહ્યો હતો પરંતુ હવે બહાર નીકળવું મુશ્કેલ છે. આ નવું ભારત છે."


આજે જ કોંગ્રેસ નેતાએ G-20ને લઈને ચાલી રહેલા અભિયાન માટે મોદી સરકાર પર પ્રહારો કર્યા હતા અને તેને વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું ઈવેન્ટ મેનેજમેન્ટ ગણાવ્યું હતું. કોંગ્રેસ નેતાએ X પર લખ્યું, G20ની રચના 1999માં થઈ હતી. 19 દેશો અને યુરોપિયન યુનિયન તેના સભ્યો છે. તેની રચના થઈ ત્યારથી અત્યાર સુધી, G20 સમિટ 17 દેશોમાં એકાંતરે યોજાઈ છે. પરંતુ અહીં જે પ્રકારનો ચૂંટણી પ્રચાર ચાલી રહ્યો છે અને વાતાવરણ બનાવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે, તેવું અન્ય કોઈ દેશમાં થયું નથી. વાસ્તવમાં આવું એટલા માટે કરવામાં આવી રહ્યું છે કે લોકોનું ધ્યાન મહત્વના મુદ્દાઓ પરથી હટાવવામાં આવે.


આપણે યાદ રાખવું જોઈએ કે 1983 માં 100 થી વધુ દેશોની બિન-જોડાણયુક્ત સમિટ અને તે પછી આ નવી દિલ્હીમાં કોમનવેલ્થ દેશોની સમિટનું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું, પરંતુ તત્કાલીન સરકારે તે તકોનો ચૂંટણી લાભ માટે ઉપયોગ કર્યો ન હતો. ત્યારે મને લાલકૃષ્ણ અડવાણીની તે વાત યાદ આવી રહી છે. 5 એપ્રિલ 2014 ના રોજ, તેમણે નરેન્દ્ર મોદીને એક મહાન ઇવેન્ટ મેનેજર ગણાવ્યા. લોકોનું ધ્યાન હટાવવા માટે વડાપ્રધાન માત્ર ઈવેન્ટ મેનેજમેન્ટ કરી રહ્યા છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application