ભૂમાફિયા જયેશ પટેલની પુત્રી સામે કોર્ટના હુકમના તીરસ્કાર બદલ શો કોઝ નોટિસ ઇશ્યુ

  • April 08, 2023 03:00 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગરના ભૂમાફીયા જયેશ પટેલ સામેના ગુજસીટોક કેસમાં ગુપ્ત સાહેદોના નામ જાહેર ન કરવાનો રાજકોટની ખાસ અદાલતનો સ્પષ્ટ હુકમ હોવા છતાં જયેશ પટેલની પુત્રી જલ જયેશ પટેલે પેમ્ફલેટના વિતરણ કરી ગુપ્ત સાહેદોના નામ જાહેર કરતા તપાસનીશ અમલદારની કોર્ટ તીરસ્કારની અરજી ઉપર હુકમ કરી ખાસ અદાલતે પુત્રી જલ જયેશ પટેલ સામે આગળની કાર્યવાહી કરવા માટે કારણદર્શક નોટીસ ઈશ્યુ કરી છે.


આ કેસની હકીકત એવા પ્રકારની છે કે, તા. ૧૫/૧૦/૨૦૨૦ ના રોજ જયેશ પટેલ અને તેના ૧૫ સાગરીતો સામે ગુજશીટોક કાયદાની વિવિધ જોગવાઈઓ હેઠળ રાજકોટની ખાસ અદાલતમાં કેસ નોંધાયેલ હતો. જેમાં આરોપીઓની રીમાન્ડ પુરી તાં ખાસ અદાલતે ગુપ્ત સાહેદોના કોઈપણ પ્રકારે નામ જાહેર ન કરવા તેઓ સ્પષ્ટ હુકમ તા. ૨૮/૧૦/૨૦૨૦ ના રોજ કરેલ હતો. આ હુકમ હોવા છતાં આશરે ૬ માસ પહેલા જયેશ પટેલના પત્ની ધ્રુતી પટેલે દૈનિક અખબારમાં જાહેરાત કી ગુપ્ત સાહેદોના નામ જાહેર કરેલ હતા.

​​​​​​​ આ અંગે પણ તેઓ વિરુધ્ધ કોર્ટના હુકમના તીરસ્કારની અરજી યેલ હતી. આ અરજી અનુસંધાને તેણીએ શરતચુકી ભુલ યેલ હોવાનું જણાવી માફી માંગેલ હતી જેી ખાસ અદાલતે તીરસ્કારની અરજી સબંધે આગળની કાર્યવાહી પડતી મુકેલ હતી. તા. ૨૦/ ૦૩ / ૨૦૨૩ ના રોજ નાસતા ફરતા આરોપી જયેશ પટેલની પુત્રી જલ પટેલે પેમ્ફલેટના વિતરણ કરી ગુપ્ત સાહેદનું નામ જાહેર કરી વિવિધ વિગતો જણાવેલ હતી.


 આ કેસના તપાસનીસ અમલદારના ધ્યાન પર આવતા તેઓએ સ્પે. પી.પી. એસ. કે. વોરા મારફતે રાજકોટની ખાસ અદાલતમાં જલ જયેશ પટેલ વિરુધ્ધ કોર્ટ હુકમના તીરસ્કારની કાર્યવાહી માટે અરજી રજુ કરી હતી. આ અરજી હેઠળ હુકમ કરી ખાસ અદાલતે જલ જયેશ પટેલ વિરુધ્ધ આગળની કાર્યવાહી કયા કારણસર ન કરવી તે માટે કારણો દર્શાવવા નોટીસ ઈશ્યુ કરેલ છે. આ કેસમાં સરકાર તરફે સ્પેશ્યલ પબ્લીક પ્રોસીકયુટર સંજયભાઈ કે.વોરા રોકાયેલ છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application