ઝહરા ફાઉન્ડેશન દ્વારા ઇસ્લામિક સવાલ – જવાબ અને નાત - શરીફની કોમ્પિટિશન યોજવામાં આવી

  • March 04, 2023 12:17 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ઝહરા ફાઉન્ડેશન દ્વારા રંગુનવાલા હોસ્પિટલ, મોટાપીરના ચોક પાસે, ઇસ્લામિક સવાલ – જવાબ અને નાત - શરીફની કોમ્પિટિશન યોજવામાં આવેલ હતી. આ કોમ્પીટીશનમાં બસો પંચોતેર બાળકોએ ઇસ્લામિક સવાલ – જવાબમાં ભાગ લીધેલ હતો તેમજ નાત – શરીફની કોમ્પીટીશનમાં એંસી બાળકોએ ભાગ લીધેલ હતો. ઇસ્લામિક સવાલ – જવાબમાં જે બાળક પ્રથમ ક્રમાંક મેળવેલ તેને ઝહરા ફાઉન્ડેશન દ્વારા રૂ.૧૧,૧૧૧/- નું રોકડ પુરસ્કાર તથા અન્ય ગીફ્ટ આપવામાં આવેલ હતા તેમજ નાત શરીફના કોમ્પિટિશનમાં પ્રથમ ક્રમાંક મેળવેલ બાળકને રૂ.૭૭૮૬/- રોકડ પુરસ્કાર આપવામાં આવેલ હતો અને આ કોમ્પીટીશનમાં ભાગ લેનાર તમામ બાળકોને ઝહરા ફાઉન્ડેશન દ્વારા તૈયાર કરાવેલ ઇસ્લામિક સવાલ જવાબની બુક/કિતાબ તેમજ ગીફ્ટ અને સર્ટિફિકેટ આપવામાં આવેલ હતા.
ઝહરા ફાઉન્ડેશન દ્વારા રંગુનવાલા હોસ્પિટલ, મોટાપીરના ચોક પાસે, ઇસ્લામિલ સવાલ – જવાબ અને નાત - શરીફની કોમ્પિટિશન યોજવામાં આવેલ હતી. આ કોમ્પીટીશનમાં બસો પંચોતેર બાળકોએ ઇસ્લામિક સવાલ – જવાબમાં ભાગ લીધેલ હતો તેમજ નાત – શરીફની કોમ્પીટીશનમાં એંસી બાળકોએ ભાગ લીધેલ હતો. ઇસ્લામિક સવાલ – જવાબમાં જે બાળક પ્રથમ ક્રમાંક મેળવેલ તેને ઝહરા ફાઉન્ડેશન દ્વારા રૂ.૧૧,૧૧૧/- નું રોકડ પુરસ્કાર તથા અન્ય ગીફ્ટ આપવામાં આવેલ હતા તેમજ નાત શરીફના કોમ્પિટિશનમાં પ્રથમ ક્રમાંક મેળવેલ બાળકને રૂ.૭૭૮૬/- રોકડ પુરસ્કાર આપવામાં આવેલ હતો અને આ કોમ્પીટીશનમાં ભાગ લેનાર તમામ બાળકોને ઝહરા ફાઉન્ડેશન દ્વારા તૈયાર કરાવેલ ઇસ્લામિક સવાલ જવાબની બુક/કિતાબ તેમજ ગીફ્ટ અને સર્ટિફિકેટ આપવામાં આવેલ હતા.



 ઝહરા ફાઉન્ડેશન દ્વારા બાળકોને ઇસ્લામનું પાયાનું નોલેજ મળે તેવા ઉદ્દેરાથી નમાઝ, ઈમાન, હજ્જ અને જકાત, રોઝા, ઇસ્લામી અખલાકો – આદાબ તથા વુઝુ વિગેરે ઉપર એક બુક તૈયાર કરવામાં આવેલ હતી જે બુક/કિતાબ જામનગરના મશહુર અને માફ મોલાનાઓ મૌલાના સૈયદ અબ્બાસ બાપુ, હાફીઝ સાજીદ રઝા, હાફીઝ મેહબૂબ રઝા, હાફીઝ મોહમદ સલીમ, હાફીઝ ફૈઝલ હસન રઝા, હાફીઝ અફઝલ મીરાની તથા કારી મુઝમ્મિલ અન્સારીની દ્વારા તૈયાર કરવામાં આવેલ હતી તેમજ નાત – શરીફના કોમ્પિટિશનમાં જજ તીરકે અબ્દુલકાદિર બાપુ તથા ફયાઝબાપુ મદદરૂપ થયેલ હતા.

 આ કાર્યક્રમની શરુઆત કાઝીએ શહેર, જુમ્મા મસ્જિદના પેશ ઈમામ મોલાના સુલેમાન બરકાતી સાહેબે તીલાવતે કુરાન થી કરેલ હતી અને આવા ઇસ્લામિક સવાલ – જવાબના કોમ્પીટીશન થવા જોઈએ એવું પ્રોત્સાહન આપેલ હતું.

 ઝહરા ફાઉન્ડેશનને પ્રોત્સાહિત કરવા માટે અને તેના આમત્રણને માન આપીને જામનગરના પ્રથમ નાગરિક બીનાબેન કોઠારી, કોર્પોરેટર અને પૂર્વ વિરોધપક્ષના નેતા અસલમભાઈ ખીલજી, કોર્પોરેટર નુરમામદ પાલેજા, રચનાબેન નંદાણીયા, મેમણ સમાજના યુવા અગ્રણી તોસીફભાઈ ગજાઈ તથા હારુનભાઈ આંબલીયા(અલ પટેલ), આદર્શ સ્કુલના સંસ્થાપક અબરારભાઈ ગજીયા, જુમ્મા મસ્જીદ ટ્રસ્ટબોર્ડના પ્રમુખ રસીદભાઈ લુસ્વાલા તથા સેક્રેટરી દસ્તગીર શેખ તથા પૂર્વ સેક્રેટરી યાકુબભાઈ જુવારીયા, ઈમ્તિયાઝબાપુ તથા પત્રકાર ઝેનુલબાપુ, એડવોકેટ આનંદભાઈ ગોહિલ, આશીસભાઈ માડમ, રંજનબેન ગજેરા, યુનુસભાઈ સમા, આગાઝ ફાઉન્ડેશન માંથી નિઝામભાઈ સફિયા, અલ્તાફભાઈ ખીરા, સાજીદભાઈ બલોચ, સામાજિક કાર્યકર અને સમાજના આગ્રણી મેહમુદભાઈ, ગફારભાઈ, ઉમરભાઇ સોઢા, મુખ્તારભાઈ પટણી, જુનેદભાઈ ખીલજી, મુસ્તાકભાઈ ખુરેશી, જુસબભાઈ ખીરા, ઇકબાલભાઇ સુમરા, અનવરભાઈ ગઢકાઈ, એડવોકેટ યુસુફભાઈ બલોય, સંસ્કારદીપ સ્કુલના પ્રિન્સિપલ તસ્લીમબેન બ્લોય, એડવોકેટ અબરાર ધોરી, ઇર્શાદભાઈ તેમજ જમાતના પ્રમુખો તથા સામાજિક કાર્યકરો હાજર રહેલ હતા.

 આ કાર્યક્રમને સફળ બનાવવા માટે ઝહરા ફાઉન્ડેશન સંસ્થાપક એડવોકેટ જૈનબબેન ખફી તથા ઝહરા ફાઉન્ડેશન પરિવારના સભ્યો એવા હસનભાઈ ખફી, પ્રકાશભાઈ પટેલ, વસીમભાઈ સોરઠીયા, મોહસીનખાન પઠાણ, ઇસરતભાઈ બ્લોય, સદામભાઈ ખફી, સફીભાઈ કુરેશી, બિલાલભાઈ વાડીવાલા, નિઝામભાઈ તામ્બ્લ, મોઈનભાઈ કુરેશી, એડવોકેટ ફૈઝલ પરિયા , ઈબ્રાહીમભાઈ ખફી(ડોનમામા), અક્રરમભાઈ ખફી, આસિફભાઈ ખેરાણી, સકીલ ખફી, ઇનાયતભાઈ લોહાની, આસિફભાઈ સમા, અસ્મતખાન પઠાણ, આસિફભાઈ મકરાણી, ગુડુભાઈ અફઘાની, મોઈન બા-હસન, ઝહિરભાઈ ખફી, રાહિલખાન પઠાણ, રમીઝભાઈ સભાણીયા, રીયાઝભાઈ મકરાણી, સાજીઝભાઈ દરજાદા , સલીમભાઈ રફાઈ, સલીમભાઈ મલેક, રહમાનભાઇ બ્લોચ, તોસીભાઈ ગૌરી, ઇમરાનભાઈ દરજાદા, ઝફરભાઈ શેખ, સુફિયાનભાઈ દરજાદા, એજાજ સોરઠીયા, રાજુભાઈ જેસાણી તથા લેડીઝ વિંગમાંથી રેશમાબેન કાસ, કરિશ્માબેન સમા, સાહીનબેન આંબલીયા, અસ્માબેન માયા, નફીસાબેન સેતા, આમનાબેન કાસમાંણી, શીતલબેન વેરસીયા , નોસીનબેન વાડીવાલા, સબાનાબેન લોહની, મેજબિનબેન જેસાણી, નફીસાબેન રફાઈ દ્વારા જેહમત ઉઠાવવામાં આવેલ હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application