ખેતરમાં ખોદકામ કર્યું અને થઇ ગયો માલામાલ

  • September 20, 2024 10:03 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

બુંદેલખંડના પન્નાની રત્નથી ભરેલી જમીને ફરી એકવાર એક મજૂરને રાતોરાત કરોડપતિ બનાવી દીધો છે. બુંદેલખંડમાં એક ગરીબ મજૂરને જમીનમાંથી એક હીરો મળ્યો છે.  જેના કારણે તેની ખુશીનો પાર નથી. આ દ્રશ્ય પન્નાની હીરાની ઓફિસનું છે, જ્યાં એક મજૂર 32 કેરેટ અને 80 સેન્ટનો તેજસ્વી દુર્લભ ગુણવત્તાનો હીરો લાવ્યો અને તેને હીરાની ઓફિસમાં જમા કરાવ્યો.


મજૂર સ્વામીદીનએ સરકોહા ગામમાં પોતાના ખેતરમાં હીરાની ખાણ બનાવી હતી, જ્યાં તેને આ હીરા મળી આવ્યો. હીરો મળ્યા પછી મજૂર સ્વામીદિન ખૂબ જ ખુશ છે. કારણકે તે રાતોરાત કરોડપતિ બની ગયો છે. માહિતી મુજબ આ ખાણ સરકોહા ગામમાં ત્રણ મહિના પહેલા સ્થપાઈ હતી અને આ ખાણમાં ત્રણ ભાગીદાર હતા. તેથી હવે આ હીરો પણ ત્રણ ભાગીદારોનો છે. આ હીરામાંથી મળેલી રકમને ત્રણ ભાગમાં વહેંચવામાં આવશે.


પન્નાની હીરાની ઓફિસમાં હીરો જમા કરવામાં આવ્યો છે. જે આગામી સમયમાં હરાજીમાં મૂકવામાં આવશે અને તેને વેચવામાં આવશે. હીરાની હરાજીમાંથી મળેલી રકમમાંથી 12 ટકા રોયલ્ટી કાપવામાં આવશે અને બાકીની રકમ હીરો જેને મળ્યો છે એટલે કે આ મજૂરને આપવામાં આવશે. જેની અંદાજિત કિંમત કરોડો રૂપિયા હોવાનું કહેવાય છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application