IPL 2023નું શેડ્યૂલ જાહેર, ધમાકેદાર શરૂઆત થશે અમદાવાદથી જ

  • February 17, 2023 11:22 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ઈન્ડિયન પ્રીમિયર લીગની 16મી સીઝનનું શેડ્યૂલ જાહેર કરવામાં આવ્યું છે. લીગની 16મી સિઝન 31 માર્ચથી શરૂ થશે. જેમાં IPL 2023ની પ્રથમ મેચ ગુજરાત ટાઇટન્સ અને ચેન્નાઇ સુપર કિંગ્સ વચ્ચે રમાશે.

IPL 2023ની ઓપનિંગ મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે. ડિફેન્ડિંગ ચેમ્પિયન ગુજરાત ટાઇટન્સ 16મી સિઝનની શરૂઆતની મેચમાં ચેન્નાઈ સુપર કિંગ્સને ટક્કર આપશે. 

ટૂર્નામેન્ટની 16મી સીઝન 31 માર્ચથી શરૂ થશે અને છેલ્લી લીગ મેચ 21 મેના રોજ રમાશે. જોકે, BCCIએ હજુ સુધી IPL 2023ની પ્લેઓફ મેચોની તારીખો જાહેર કરી નથી.

IPL 2023માં કુલ 74 મેચો રમાશે. પ્રથમ લીગ રાઉન્ડમાં તમામ 10 ટીમો 14-14 મેચ રમશે. આ રીતે લીગ રાઉન્ડમાં કુલ 70 મેચો રમાશે. ત્યારબાદ પ્લેઓફની ચાર મેચ રમાશે. આ રીતે ટુર્નામેન્ટમાં કુલ 74 મેચો રમાશે. તમામ મેચો દેશભરમાં કુલ 12 મેદાનો પર રમાશે. 

બીસીસીઆઈએ થોડા દિવસો પહેલા વિમેન્સ પ્રીમિયર લીગની પ્રથમ સીરીઝના સમયપત્રકની જાહેરાત કરી હતી. વિમેન્સ પ્રીમિયર લીગ સીઝનની પ્રથમ મેચ 4 માર્ચે રમાશે જ્યારે ફાઈનલ 26 માર્ચે રમાશે. આ પછી જ IPL સિઝન શરૂ થશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application