દેશભરમાંથી તજજ્ઞોને બોલાવી જાહેરમાં ઇન્ટરવ્યૂ રાખો,હું તેનો ખર્ચો આપીશ

  • April 27, 2023 05:25 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


મેરીટમાં હોવા છતાં પસંદ ન પામેલ મહિલા ઉમેદવારનો યુનિવર્સિટીને પડકાર: રજીસ્ટ્રારને પત્ર પાઠવ્યો


વિવાદો નો પર્યાય બની ચૂકેલા સૌરાષ્ટ્ર યુનિવર્સીટીના અંગ્રેજી ભવનમાં આસિસ્ટન્ટ પ્રોફેસરની પોસ્ટ પર નીચલા સ્કોર ધરાવતા ઉમેદવારની પસંદગી બાબતે સૌથી વધુ મેરિટ ધરાવતા ડો. અનસૂયા ચૌધરીએ કુલસચિવને પડકાર ફેંક્યો છે.



અંગ્રેજી ભવનમાં આસિસ્ટન્ટ પ્રોફેસર (એસ. ટી. કેટેગરી) ની પોસ્ટ પર નીચલા એકેડેમીક સ્કોર ધરાવતા ઉમેદવારની પસંદગી બાબત ડો. અનસૂયા ચૌધરીએ કુલસચિવ ને પડકાર ફેંકતા જણાવ્યું હતું કે અંગ્રેજી ભવનમાં આસિસ્ટન્ટ પ્રોફેસર (એસ. ટી. કેટેગરી) ની ભરતી અન્વયે તા : 29/03/23 ના રોજ પોતે ઇન્ટરવ્યૂ આપેલ હતું. તેમનો એકેડેમીક સ્કોર 83 છે. એ ઉપરાંત તેઓ યુજીસી-નેટ પાસ સાથે પીએચ. ડી. ડિગ્રી ધારક, 18 વર્ષનો અનુભવ, 3 વર્ષનો રિસર્ચ સુપરવાઈઝર અનુભવ ધરાવે છે. તેમ છતાંય 49 સ્કોર ધરાવતા ઉમેદવાર કે જે પીએચ. ડી. પણ નથી.યુજીસી-નેટ ફેઈલ છે છતાય તેમની પસંદગી કરવામાં આવી છે. 'આ દેખીતો અન્યાય સૌરાષ્ટ્ર યુનિવર્સીટીના સત્તાધીશો દ્વારા મને કરવામાં આવેલ છે. આ પગલું ન્યાયને સુસંગત પણ નથી અને ગેર બંધારણીય છે. ફક્ત ઇન્ટરવ્યૂ દ્વારા કોઈપણ ઉમેદવારની ક્ષમતા અને ગુણોને ચકાસી શકાય નહીં. અને તે પણ સ્કોરના આટલા મોટા અંતર સાથે,આ ઉમેદવાર મારા સ્કોરને પાર ન જ કરી શકે એમ હું દ્રઢપણે માનું છું'.



આ તકે અંગ્રેજી ભવન અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ જાણે મેરીટનો મૃત્યુઘંટ વગાડી દીધો હોય એમ લાગે છે જેમાં મેથેમેટીક્સ અને બાયો સાયન્સ ભવન પણ બાકાત નથી..



સૌરાષ્ટ્ર યુનિવર્સીટી તરફથી તેમને આરટીઆઇ અનુસંધાને સીસીટીવી રેકોર્ડિંગ આપવાની મનાઈ ફરમાવવામાં આવી છે. એ બાબતે તેમણે અરજ કરી છે કે મીડિયા સામે લાઈવ ઇન્ટરવ્યૂ ફરીથી લેવામાં આવે અને સાથે લાઈવ કલાસરૂમ ટીચિંગ ડેમો પણ ગોઠવવામાં આવે. મને પૂર્ણ ખાતરી અને વિશ્વાસ છે કે હું એમાં સફળ જ થઈશ. જેમાં વિષય નિષ્ણાંતો ગોઠવણી મુજબ નહીં, પણ આખા ભારતમાંથી ડ્રો સિસ્ટમથી પસંદ કરીને બોલાવવામાં આવે એવું પણ ખાસ સૂચન એમણે કરેલ છે. આ સાથે પૂર્ણ પ્રક્રિયાનો સંપૂર્ણ ખર્ચ પણ તે ભોગવવા તૈયાર છે. આમ એમને થયેલ અન્યાય બાબતે જ્યાં સુધી ન્યાય ન મળે ત્યાં સુધી તેઓ તેમની લડત ચાલુ રાખશે એમ જણાવેલ છે.


આ ઉપરાંત યુનિવર્સિટીના સત્તાધીશોને અરજ પણ કરી છે કે આ બાબતે પુન : વિચારણા કરી તેમણે યોગ્ય અને ત્વરિત ન્યાય મળે. હવે એ જોવાનું રહ્યું કે યુનિવર્સીટીના હોદ્દેદારો આ વિવાદનું શું નિરાકરણ લાવે છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application