SIPદ્વારા મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ સપ્ટેમ્બરમાં રૂ. 16,000 કરોડને પાર

  • October 12, 2023 04:24 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


સ્મોલ કેપ ફંડ્સમાં રોકાણ સતત વધ્યું, ઇક્વિટી ફંડ્સમાં નોંધાયો ૩૦ ટકાનો ઘટાડો



સપ્ટેમ્બર મહિનામાં ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણમાં ૩૦ ટકાનો ઘટાડો થયો છે. ઓપન એન્ડેડ ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડ્સમાં રૂ. ૧૪૦૯૧.૨૬ કરોડનું રોકાણ થયું છે, જે ઓગસ્ટ ૨૦૨૩માં રૂ. ૨૦,૨૪૫.૨૬ કરોડ હતું. એસોસિયેશન ઓફ મ્યુચ્યુઅલ ફંડ્સ ઈ ઈન્ડિયા (એએમએફઆઈ) એ આ ડેટા જાહેર કર્યો છે. સિસ્ટમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન(એસઆઈપી) દ્વારા મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ રૂ. ૧૬,૦૦૦ કરોડના ઐતિહાસિક રેકોર્ડને પાર કરી ગયું છે.


એસોસિએશન ઑફ મ્યુચ્યુઅલ ફંડ્સ ઇન ઇન્ડિયા મુજબ, માર્ચ ૨૦૨૧થી સતત ૩૧ મહિના સુધી ઇક્વિટી ફંડ્સમાં વધારો થયો છે. સપ્ટેમ્બર મહિનામાં લાર્જ કેપ ફંડ્સ અને ઇએલએસએસ સિવાય મોટાભાગના ફંડ્સમાં રોકાણ વધ્યું છે. ૩૧૪૬ કરોડનું મહત્તમ રોકાણ સેક્ટોરલ અથવા થીમેટિક કેટેગરીના ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડ્સમાં આવ્યું છે. બીજા સ્થાને સ્મોલ કેપ ફંડ્સ છે જેમાં રોકાણ સતત વધ્યું છે. સ્મોલ કેપ ફંડ્સમાં રૂ. ૨૬૭૮.૪૭ કરોડનું રોકાણ આવ્યું છે. એએમએફઆઈ અનુસાર, મલ્ટિકેપ ફંડ્સમાં રૂ. ૨૨૩૪.૫૨ કરોડ, મિડ કેપ ફંડ્સમાં રૂ. ૨૦૦૦.૮૮ કરોડ અને ફ્લેક્સી કેપ ફંડ્સમાં રૂ. ૧૩૫૩.૯૧ કરોડનું રોકાણ થયું છે.


એએમએફઆઈએ જણાવ્યું હતું કે સિસ્ટમેટિક ઈન્વેસ્ટમેન્ટ પ્લાન દ્વારા રોકાણ સપ્ટેમ્બરમાં પ્રથમ વખત એક જ મહિનામાં રૂ. ૧૬,૦૦૦ કરોડને વટાવી ગયું છે. ઓગસ્ટ મહિનામાં એસઆઈપી દ્વારા રૂ. ૧૫,૨૪૫ કરોડનું રોકાણ આવ્યું હતું. નાના રોકાણકારોમાં એસઆઈપી  દ્વારા બજારમાં રોકાણ કરવા અંગે જાગૃતિ વધી છે. જ્યારે સપ્ટેમ્બર મહિનામાં મ્યુચ્યુઅલ ફંડએ ૧૬ નવા ફંડ ઑફરિંગ્સ દ્વારા રૂ. ૭૭૯૫ કરોડ એકત્ર કર્યા છે.


મ્યુચ્યુઅલ ફંડ ઉદ્યોગની એયુએમ (એસેટ અંડર મેનેજમેન્ટ) ૩૦ સપ્ટેમ્બર ૨૦૨૩ સુધીમાં વધીને રૂ. ૪૬.૫૮ લાખ કરોડ થઈ ગઈ છે. જેમાં ઇક્વિટી એયુએમ રૂ. ૧૯.૦૮ લાખ કરોડ સુધી પહોંચી ગઈ છે જે ગયા મહિને રૂ. ૧૮.૬ લાખ કરોડ હતી.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application