ઇન્સ્ટાગ્રામમાં મળશે વોટ્સએપ જેવું ખાસ ફીચર, મેસેજ રીડિંગ બાબતે થશે આ મોટા ફેરફાર

  • November 13, 2023 02:32 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

વોટ્સએપ, ઇન્સ્ટાગ્રામ અને ફેસબુકની પેરેન્ટ કંપની મેટા સમયાંતરે નવા ફીચર્સ રજૂ કરતી રહે છે. મેટા હવે ઇન્સ્ટાગ્રામમાં સમાન ટેકનિક આપવા જઈ રહ્યું છે, જે ફીચર પહેલાથી જ WhatsAppમાં હાજર છે. આ ફીચર સામે આવ્યા બાદ ઈન્સ્ટાગ્રામ પર મેસેજ મોકલનાર વ્યક્તિને ખબર નહીં પડે કે તમે ઈન્સ્ટાગ્રામ પર તેનો મેસેજ વાંચ્યો છે કે નહીં. જો તમે પણ આ ફીચર વિશે જાણવા માગો છો અને તેને તમારા એકાઉન્ટમાં એક્ટિવેટ કરવા માંગો છો, તો આ સ્ટેપ્સ ફોલો કરવા જરૂરી છે.



ઈન્સ્ટાગ્રામ પર ટૂંક સમયમાં 'રીડ રિસિપ્ટ' રોલ આઉટ થવા જઈ રહી છે, આ ફીચર ઈન્સ્ટાગ્રામ યુઝર્સને મળતા ડાયરેક્ટ મેસેજ પર કામ કરશે. રીડ રિસિપ્ટ મેસેજ દ્વારા ઈન્સ્ટાગ્રામ યુઝર્સને કોઈને જાણ કર્યા વિના મોકલેલા મેસેજ વાંચવાની મંજૂરી આપવામાં આવશે. આ ફીચર વોટ્સએપ પર પહેલાથી જ હાજર છે. જેમાં વોટ્સએપ 'રીડ રિસિપ્ટ' ફીચર એક્ટિવેટ થાય ત્યારે મેસેજ વાંચવા છતાં બ્લુ ટિક દેખાતું નથી.



ઈન્સ્ટાગ્રામના સીઈઓ એડમ મોસેરીએ પોતાની બ્રોડકાસ્ટ ચેનલ પર એક મેસેજમાં આ ફીચરની જાહેરાત કરી હતી. તેમણે કહ્યું કે કંપની એક નવી સુવિધાનું પરીક્ષણ કરી રહી છે જે યુઝર્સને તેમના સીધા સંદેશાઓ (DMs) માં 'રીડ રિસિપ્ટ્સ' વિકલ્પને બંધ કરવાની મંજૂરી આપશે. 



મોસેરીએ એપનો સ્ક્રીનશોટ પણ શેર કર્યો છે, જેમાં આ ફીચર બતાવવામાં આવ્યું છે. આ સ્ક્રીનશોટ બતાવે છે કે Instagram પણ તેના મેનુને ફરીથી ડિઝાઇન કરી રહ્યું છે. તેઓએ લોન્ચની તારીખ જાહેર કરી નથી. જ્યારે આ સુવિધા ઉપલબ્ધ થશે, ત્યારે યઝરસ તેને Instagramના પ્રાઈવસી સેટિંગ્સમાં શોધી શકશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application