વોટ્સએપમાં આવ્યું ઇન્સ્ટા-ટેલિગ્રામ જેવું ચેનલ ફીચર, સેલીબ્રીટી અને ઇન્ફ્લુએન્સરને કરી શકાશે ફોલો

  • September 16, 2023 01:46 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

મેટા-માલિકીની ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપ્લિકેશન વોટ્સએપે ટેલિગ્રામની જેમ એક નવું ફીચર બહાર પાડ્યું છે. આ ફીચર વોટ્સએપ ચેનલ માટે બહાર પાડવામાં આવ્યું છે. કંપનીએ ચેનલ્સમાં ડિરેક્ટરી સર્ચ ફીચર એડ કર્યું છે, જે યુઝર્સને તેમના મનપસંદ કન્ટેન્ટ ક્રિએટર્સ, બિઝનેસ અથવા સેલિબ્રિટી દ્વારા બનાવેલી ચેનલ્સ શોધવામાં મદદ કરે છે. એટલું જ નહીં, યુઝર્સને ક્રિએટર્સનાં મેસેજ પર રિએક્ટ પણ કરી શકે છે.


ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપ દ્વારા જાહેરાત કરવામાં આવી હતી કે ભારત સહિત 150 દેશોમાં વોટ્સએપ ચેનલો યુઝર્સ માટે રોલઆઉટ કરી રહી છે. આ ફિચર આ વર્ષની શરૂઆતમાં ડેવલપિંગ મોડમાં જોવા મળ્યું હતું. હવે તે આગામી અઠવાડિયામાં તમામ યુઝર્સ માટે રજૂ કરવામાં આવશે. મેટાના કો-ફાઉન્ડર અને સીઈઓ માર્ક ઝકરબર્ગે પોતાની ચેનલ પર આની જાહેરાત કરી છે. યુઝર્સ ફીચર્સ અને નવા અપડેટ્સ વિશે વધુ જાણવા માટે સત્તાવાર વોટ્સએપ ચેનલમાં પણ જોડાઈ શકે છે. ઈન્સ્ટાગ્રામ પર પણ આ પ્રકારનું ફીચર મેટા દ્વારા અવેલેબલ છે.


વોટ્સએપ ચેનલો આઇઓએસ અને એન્ડ્રોઈડ સ્માર્ટફોન પર અપડેટ્સ નામની નવી ટેબમાં દેખાશે. આ ટેબમાં વોટ્સએપ સ્ટેટસ મેસેજની સાથે સાથે નવા વોટ્સએપ ચેનલ ફીચર પણ સામેલ હશે. યુઝર્સ એડવાન્સડ ડાયરેક્ટરને પણ ઍક્સેસ કરી શકે છે જે તેમના દેશના આધારે ફિલ્ટર કરેલ છે અને તે ચેનલ જોઈ શકે છે જે ફોલોઅર્સની  સંખ્યાના આધારે લોકપ્રિય છે, સૌથી વધુ સક્રિય છે અને વોટ્સએપ પર નવા છે.


કંપનીનું કહેવું છે કે યુઝરની પ્રાઈવસીને સુરક્ષિત રાખવા માટે એપ ચેનલ બનાવનારા યુઝર્સના ફોન નંબરની માહિતી પ્રદર્શિત કરશે નહીં. સભ્યો સમાન ચેનલ સાથે જોડાયેલા અન્ય લોકોને જોઈ શકશે નહીં અને તેમના ફોન નંબર ચેનલ ઓનરને પણ નહી દેખાય. કંપનીના જણાવ્યા અનુસાર, વોટ્સએપ ચેનલો દ્વારા મોકલવામાં આવેલા મેસેજ ફક્ત 30 દિવસ માટે જ દેખાશે. ઉપરાંત, ચેનલના સભ્યો શેર કરેલા સંદેશા પર રીએક્ટ કરી શકે છે, જો કે, યુઝર્સ આ સંદેશાઓનો જવાબ આપી શકશે નહીં. વોટ્સએપનું કહેવું છે કે યુઝર્સના ડાયરેક્ટ મેસેજ, ગ્રુપ ચેટ્સ, કોલ, સ્ટેટસ મેસેજ અને એટેચમેન્ટ એન્ડ-ટુ-એન્ડ એન્ક્રિપ્શન દ્વારા સુરક્ષિત રહેશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application