યુએનમાં ભારતે આપ્યો પાકિસ્તાનનો સાથ, કુરાન સળગાવવાના મુદા પર ભારત, પાક. અને ચીનનો એક સુર  

  • July 13, 2023 05:11 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

7 દેશોએ ન આપ્યો સાથ તો ભડક્યા પાકિસ્તાનના રાજદૂત કહ્યું, “તેમનામાં હિંમત જ નથી’’


વર્ષોથી ભારત અને પાકિસ્તાનના સબંધોમાં તકરાર યથાવાત છે અને પાકિસ્તાન સામે ભારતનું કડક વલણ જાણીતું છે. ભારત દ્વારા  સતત પાકિસ્તાન અને તેની કૂટનીતિઓનો વિરોધ થઇ રહ્યો છે. પછી તે આતંકવાદને પ્રોત્સાહન આપવાનો હોય કે કટ્ટરવાદ ફેલાવવાનો હોય. પરંતુ, આશ્ચર્યની વાત એ છે કે ભારતે સંયુક્ત રાષ્ટ્ર માનવાધિકાર સંસ્થામાં પાકિસ્તાન દ્વારા લાવવામાં આવેલા પ્રસ્તાવને સમર્થન આપ્યું છે. હકીકતમાં, યુરોપમાં કુરાન સળગાવવાના વિરોધમાં બુધવારે પાકિસ્તાન અને પેલેસ્ટાઈન દ્વારા એક પ્રસ્તાવ લાવવામાં આવ્યો હતો, જેને ભારત અને ચીન સહિત અન્ય ઘણા દેશોનું સમર્થન મળ્યું હતું.


કુરાન સળગાવવાના પગલે ધાર્મિક દ્વેષને કાબૂમાં લેવા માટે યુએનની ટોચની માનવાધિકાર સંસ્થામાં એક પ્રસ્તાવ મૂકવામાં આવ્યો છે. સ્વીડનમાં થયેલી આ ઘટનાનો માત્ર પાકિસ્તાન જ નહીં પરંતુ ઘણા પશ્ચિમી દેશોએ વિરોધ કર્યો છે. જોકે, કાઉન્સિલમાં લાવવામાં આવેલી આ દરખાસ્તને 28-12ના મતથી મંજૂર કરવામાં આવી હતી. 7 દેશોએ આ મતદાન પ્રક્રિયાથી પોતાને દૂર રાખ્યા હતા.


તાજેતરમાં, યુરોપના કેટલાક ભાગોમાં, ઇસ્લામિક ધાર્મિક ગ્રંથ કુરાનને બાળી નાખવાના સમાચાર સામે આવ્યા હતા. આ ઉપરાંત, દેશના ઘણા ભાગોમાંથી ભેદભાવ, દુશ્મનાવટ અથવા હિંસા ઉશ્કેરતી ધાર્મિક નફરતની કૃત્યો સામે આવી રહી છે. તેની સામે પગલાં લેવા દરખાસ્ત લાવવામાં આવી હતી. આફ્રિકાના ઘણા વિકાસશીલ દેશો અને મધ્ય પૂર્વના દેશોમાંથી પણ તેનું સમર્થન આવ્યું.
​​​​​​​

મતદાન પછી, પાકિસ્તાનના વર્તમાન રાજદૂત, ખલીલ હાશ્મીએ સ્પષ્ટતા કરી કે ઠરાવ પાછળનો હેતુ "કોઈના વાણી સ્વાતંત્ર્યના અધિકારને ઘટાડવાનો નથી" પરંતુ તેની ફરજો અને જવાબદારીઓ વચ્ચે યોગ્ય સંતુલન જાળવવાનો હતો. હાશ્મીએ વોટ ન આપનારા દેશો પર આકરા પ્રહારો કર્યા અને કહ્યું કે તેમની પાસે રાજકીય, કાયદાકીય અને નૈતિક હિંમત નથી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application