ભારતે રચ્યો ઈતિહાસ, 41 વર્ષ બાદ ઘોડેસવારીમાં જીત્યો ગોલ્ડ મેડલ

  • September 26, 2023 06:54 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ચીનના હાંગઝોઉમાં ચાલી રહેલી એશિયન ગેમ્સ-2023ના ત્રીજા દિવસે ભારતને વધુ એક ગોલ્ડ મેડલ મળ્યું છે. એશિયન ગેમ્સ 2023 ના ત્રીજા દિવસે ભારતે ઘોડેસવારી માં ગોલ્ડ મેડલ જીત્યો છે. એશિયન ગેમ્સ 2023માં ભારતનો આ ત્રીજો ગોલ્ડ મેડલ છે. આ સાથે ભારતના ખાતામાં કુલ 14 મેડલ છે જેમાં 3 ગોલ્ડ, 4 સિલ્વર અને 7 બ્રોન્ઝ સામેલ છે.


ભારતે મંગળવારે હાંગઝોઉમાં ચાલી રહેલી એશિયન ગેમ્સમાં ઘોડેસવારી સ્પર્ધામાં ટીમ ડ્રેસેજ સ્પર્ધામાં ટોચના સ્થાને રહીને આ ગેમમાં 41 વર્ષ બાદ ઘોડેસવારીમાં ગોલ્ડ મેડલ મેળવ્યો છે. દિવ્યકીર્તિ સિંઘ, હૃદય વિપુલ છેડ અને અનુષ અગ્રવાલાએ કુલ 209.205 ટકા સ્કોર કરી ટોચનું સ્થાન મેળવ્યું.


સુદીપ્તિ હજેલા પણ ટીમનો ભાગ હતી પરંતુ ટોચના ત્રણ ખેલાડીઓના સ્કોર જ તેમાં ગણાય છે. ચીનની ટીમ 204.882 ટકાના સ્કોર સાથે બીજા ક્રમે રહી હતી જ્યારે હોંગકોંગે 204.852 ટકાના સ્કોર સાથે બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. રમતગમતના ઈતિહાસમાં આ પ્રથમ વખત છે જ્યારે ભારતે ડ્રેસેજ ઈવેન્ટમાં ટીમ ગોલ્ડ મેડલ જીત્યો. ભારતે છેલ્લે 1986માં ડ્રેસેજમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો.


ભારતે છેલ્લે નવી દિલ્હીમાં 1982 એશિયન ગેમ્સમાં ઘોડેસવારીમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. આ પહેલા ચીનના હાંગઝોઉમાં એશિયન ગેમ્સ 2023ના ત્રીજા દિવસે નાવિક નેહા ઠાકુરે ભારત માટે સિલ્વર મેડલ જીત્યો હતો. ઇબાદ અલીએ સેઇલિંગમાં જ બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. ભારતીય હોકી ટીમે મંગળવારે જોરદાર રમત બતાવી. ટીમે સિંગાપોરને 16-1ના મોટા માર્જિનથી હરાવ્યું હતું.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application