ભારત-અફઘાનિસ્તાનનો પ્રથમ ટી20 મુકાબલો, જાણો મોહાલીનો માહોલ અને પીચ રિપોર્ટ વિશે

  • January 11, 2024 03:01 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

આજે ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે ત્રણ મેચની T20 શ્રેણીની પ્રથમ મેચ રમાવાની છે. નવા વર્ષમાં ટીમ ઈન્ડિયાની આ પહેલી T20 સિરીઝ છે. આ સિવાય આ સીરીઝમાં બીજી એક ખાસ વાત છે કે ભારતીય ક્રિકેટના બે મોટા સ્ટાર્સ વિરાટ કોહલી અને રોહિત શર્મા ટીમમાં પરત ફરી રહ્યા છે. આ સીરીઝમાં ટીમ ઈન્ડિયાનો કેપ્ટન રોહિત શર્મા છે. જો કે ક્રિકેટપ્રેમીઓ માટે થોડા નિરાશાજનક સમાચાર એ છે કે વિરાટ કોહલી તેની પ્રથમ ટી20 નથી રમી રહ્યો. તે બીજી અને ત્રીજી ટી-20માં ટીમ ઈન્ડિયાનો ભાગ હશે.


મોહાલીના આઇએસ બિન્દ્રા સ્ટેડિયમમાં આ મેચ રમાવાની છે. ત્યારે મોહાલીના હવામાન વિશે વાત કરવામાં આવે તો મળતી માહિતી અનુસાર 11 જાન્યુઆરીના રોજ મોહાલીનું હવામાન એકદમ સાફ રહેશે. વરસાદની કોઈ શક્યતા નથી. જો કે, ઝાકળની અસર ખૂબ જ મજબૂત રહેશે. આવી સ્થિતિમાં, ટોસ ખૂબ જ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે. જો મોહાલીની પીચના રિપોર્ટની વાત કરીએ તો અહીં બેટ્સમેનોને મજા પડી જાય છે. કેમ કે, મેદાન પર રન બનાવવા ખૂબ જ સરળ રહે છે.


આપને જણાવી દઇએ કે, અત્યાર સુધીમાં ટીમ ઇન્ડિયાએ મોહાલીના આઇએસ  બિન્દ્રા સ્ટેડિયમમાં કુલ ચાર T20 આંતરરાષ્ટ્રીય મેચ રમી છે. આ દરમિયાન ભારતે ત્રણ મેચ જીતી છે. જોકે, અહીં રમાયેલી છેલ્લી મેચમાં ટીમ ઈન્ડિયાને ઓસ્ટ્રેલિયા સામે હારનો સામનો કરવો પડ્યો હતો.


જો કે હાલની તકે મેચ માટે એ પ્રકારે અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે, ટીમ ઇન્ડિયાનું પલડુ ભારે છે. ટીમ ઇન્ડિયા મેદાન મારી જાય તે માટે શકયતા જણાઇ રહી છે. જો કે, અફધાનિસ્તાનની ટીમ તેને આપેલા ટાર્ગેટનો પીછો કરે અને સ્કોર વધારે મોટો આપવામાં ન આવે તો અપસેટ પણ સર્જાઇ શકે છે. ત્યારે હાલ તો કેપ્ટન રોહિત શર્મા અને વિરાટ કોહલીની વાપસી થઇ છે. મોહાલીનો માહોલ પણ બરાબર છે એટલે હવે મેચમાં ટીમ ઇન્ડિયાનો હાથ ઉપર હોવાનુ જણાય રહ્યું છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application