ભારતીય હવામાન વિભાગ (IMD)એ મંગળવારે જણાવ્યું કે આ વખતે જૂનથી સપ્ટેમ્બર સુધી ચોમાસું સામાન્ય કરતાં સારું રહેશે. હવામાન વિભાગ 104થી 110 ટકાની વચ્ચેના વરસાદને સામાન્ય કરતાં સારો માને છે. આ પાક માટે સારો સંકેત છે.
IMDના વડા મૃત્યુંજય મહાપાત્રાએ જણાવ્યું કે 2025માં 105% એટલે કે 87 સેન્ટિમીટર વરસાદ થઈ શકે છે. 4 મહિનાના ચોમાસાની સિઝન માટે લોંગ પીરિયડ એવરેજ (LPA) 868.6 મિલીમીટર એટલે કે 86.86 સેન્ટિમીટર હોય છે. એટલે કે ચોમાસાની સિઝનમાં કુલ આટલો વરસાદ થવો જોઈએ.
સામાન્ય કરતાં વધુ વરસાદનો અંદાજ:
મધ્યપ્રદેશ, રાજસ્થાન, મહારાષ્ટ્ર, ઓડિશા, છત્તીસગઢ, ઉત્તર પ્રદેશ, પશ્ચિમ બંગાળ મરાઠવાડા અને તેની નજીકના તેલંગાણામાં.
સામાન્ય કરતાં ઓછો વરસાદનો અંદાજ:
બિહાર, જમ્મુ-કાશ્મીર, લદ્દાખ, તમિલનાડુ અને પૂર્વોત્તર રાજ્યોના કેટલાક ભાગોમાં.
ચોમાસું 1 જૂનની આસપાસ કેરળથી આવે છે. 4 મહિનાના વરસાદ પછી એટલે કે સપ્ટેમ્બરના અંતમાં રાજસ્થાનના રસ્તે ચોમાસાની વિદાય થાય છે. ઘણા રાજ્યોમાં તે 15થી 25 જૂનની વચ્ચે પહોંચે છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજમ્મુ એરપોર્ટ પર હુમલો કરવાનો નિષ્ફળ પ્રયાસ, ભારતના S-400 એ 8 મિસાઇલો તોડી પાડી
May 08, 2025 09:05 PMજસ્ટિસ વર્માનો રાજીનામું આપવાનો ઇનકાર, CJIએ રાષ્ટ્રપતિ અને PMને તપાસ રિપોર્ટ મોકલ્યો
May 08, 2025 08:34 PMજામનગર જિલ્લાના લાલપુરમાં કમોસમી વરસાદ
May 08, 2025 06:48 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech