ભીડભાડવાળા એરપોર્ટ ઉપર સિકયોરીટી અને ચેક–ઇન કાઉન્ટર વધારો

  • March 16, 2023 04:11 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


સંસદીય સમિતિએ ગૃહમાં રજુ કરેલા રીપોર્ટમાં કર્યા સૂચનો : તમામ એરપોર્ટ ઉપર બોડગ ગેટ અલગ કરવા સુચન



સંસદીય સમિતિએ દિલ્હી અને મુંબઈ સહિત વિવિધ એરપોર્ટ પર મુસાફરોની વધતી ભીડ અને કતાર અંગે ચિંતા વ્યકત કરી હતી. સંસદમાં મુકવામાં આવેલા રિપોર્ટમાં કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રાલયને ટર્મિનલના વિસ્તરણ માટે આગ્રહ કરવા કહેવામાં આવ્યું હતું. આ સાથે, ચેક–ઇન કાઉન્ટર અને સુરક્ષા ચેક ગેટ પણ વધારવા જોઈએ, જેથી મુસાફરોની અવરજવરમાં કોઈ અડચણ ન આવે.





પરિવહન, પર્યટન અને સંસ્કૃતિ પરની સંસદીય સ્થાયી સમિતિના અહેવાલમાં દિલ્હી અને મુંબઈ સહિત વિવિધ એરપોર્ટ પર મુસાફરોની ભીડને કારણે ઊભી થયેલી પરિસ્થિતિનું મૂલ્યાંકન કરવામાં આવ્યું હતું. આ સ્થિતિનું મુખ્ય કારણ એરપોર્ટની મર્યાદિત ક્ષમતા હોવાનું જણાવવામાં આવ્યું હતું. નબળા આયોજનને કારણે આવું થયું. મંત્રાલયને જરી માર્ગદર્શિકા જારી કરવા માટે કહેવામાં આવ્યું હતું.
મંત્રાલય તમામ એરપોર્ટ ઓપરેટરોને બોડિગ ગેટ માટે વૈકલ્પિક માર્ગેા ઓળખવા, વૃદ્ધો અને વ્હીલચેરનો ઉપયોગ કરતા લોકો માટે દરેક સમયે વિશેષ વ્યવસ્થા કરવા માટે નિર્દેશ આપે છે.





અહેવાલો અનુસાર, દિલ્હીના આઈજીઆઈ એરપોર્ટના ટર્મિનલ ૧ પર સ્થિત ચોથો રનવે '૨૯ જમણો' વહીવટી કારણોસર ઉપયોગમાં લેવાતો નથી. તેના કારણે એરપોર્ટની ક્ષમતા પ્રભાવિત થઈ રહી છે, લાઈટસ મોડી થઈ રહી છે, એરલાઈન્સનો ખર્ચ વધી રહ્યો છે. તેને ઠીક કરો અને તેનો ઉપયોગ કરો.





દિલ્હીના ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટ પર ઈમિગ્રેશન અને સિકયોરિટી ચેક–પોઈન્ટ પર મુસાફરોની લાંબી કતારો લાગી ગઈ હતી. જેમાં મુસાફરોએ કલાકો સુધી જહેમત ઉઠાવી હતી. ઘણા મુસાફરોએ તેના વિશેની તસવીરો અને વિડિયો સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી અને પરિસ્થિતિ વર્ણવી. એક મુસાફરે અહેવાલ આપ્યો કે તેને ઈમિગ્રેશન અને સુરક્ષા તપાસ માટે કતારમાંથી પસાર થવામાં ત્રણ કલાક લાગ્યા. કેટલાક નિયમિત મુસાફરોએ જણાવ્યું કે આ સમસ્યા હવે કાયમી બની ગઈ છે.





ઉલ્લેખનીય છે કે ડિસેમ્બર અને જાન્યુઆરીમાં એરલાઈન્સે પેસેન્જરોને સૂચન કયુ હતું કે તેઓ લાઈટના ડિપાર્ચર ટાઈમના સાડા ત્રણ કલાક પહેલા એરપોર્ટ પહોંચી જાય, જેથી કોઈ સમસ્યા ન થાય. ડિસેમ્બરમાં, કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન પ્રધાન યોતિરાદિત્ય સિંધિયાએ વધુ ભીડ અને સમય ગુમાવવાની ફરિયાદો મળ્યા પછી ટર્મિનલ ૩ પર ઓચિંતી મુલાકાત લીધી હતી. નિરાકરણ માટે તેમણે સંબંધિત સ્ટાફ સાથે બેઠક કરી હતી. હજુ પણ સ્થિતિ એવી જ છે.


બ્યુરો મોહિત નામના એક મુસાફરે કહ્યું કે યારે કોઈ રાજકારણી કોઈ સમસ્યાનો ઉકેલ લાવવા લાગે છે ત્યારે તે કોઈ આશા રાખતો નથી. રાજકારણીઓ માત્ર મીડિયામાં જ રહેવા માંગે છે, જમીન પર કોઈ નક્કર પરિવર્તન નથી.





અન્ય એક મુસાફર માનસે આઈજીઆઈ  એરપોર્ટને સૌથી ખરાબ એરપોર્ટ ગણાવ્યું અને પૂછયું કે તેને શ્રે હોવાનો એવોર્ડ કોણ આપે છે? અહીના સ્ટાફની અજ્ઞાનતા આશ્ચર્યજનક છે. બેંગ્લોર એરપોર્ટ આના કરતા ઘણું સાં છે.




લાઉન્જમાં રહેલા એક મુસાફર સમકિત જૈને સોશિયલ મીડિયા પર લખ્યું કે ટર્મિનલ ૩ પર લાઉન્જની કતાર સુરક્ષા તપાસની કતાર કરતાં લાંબી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application