ઈન્કોગ્નિટો મોડ પણ નથી રહ્યું સેફ સર્ચ ઓપ્શન, ગૂગલે જાસુસી કરી હોવાના આરોપ સ્વીકાર્યા

  • December 30, 2023 03:36 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ગૂગલને ભરવો પડી શકે છે ૪૧ હજાર કરોડ રૂપિયાનો દંડ, સમાધાન માટે પેરેન્ટ કંપની આલ્ફાબેટે ભર્યું પહેલું પગલું, ફેબ્રુઆરી સુધીના સમયની કરી માંગ


વિશ્વના સૌથી મોટા સર્ચ એન્જિન ગૂગલને વધુ એક આંચકો લાગ્યો છે. યુઝર્સની ગોપનીયતાના ઉલ્લંઘન માટે ગૂગલ પર તાજેતરમાં અમેરિકામાં કેસ કરવામાં આવ્યો હતો. કંપની હવે આ મુકદ્દમાનું સમાધાન કરવા સંમત થઈ છે. ગૂગલપર આરોપ છે કે જ્યારે યુઝર્સ 'પ્રાઈવેટ મોડ' (ઈન્કોગ્નિટો) માં કઈ સર્ચ કરે ત્યારે પણ ગૂગલ આ હિસ્ટ્રી ટ્રેક કરીને તેમની પ્રાઈવસી પર અટેક કરે છે. કંપની પર ગુગલ એનાલિટિક્સ, કૂકીઝ અને એપ્સ દ્વારા યુઝર્સની જાસૂસી કરવાનો આરોપ છે.


અહેવાલ અનુસાર, ફરિયાદ કરનારાઓએ ગૂગલ અને તેની પેરેન્ટ કંપની આલ્ફાબેટ પાસેથી ૫ અબજ ડોલર (લગભગ ૪૧ હજાર કરોડ રૂપિયા)ના વળતરની માંગ કરી હતી. યુએસ ડિસ્ટ્રિક્ટ જજ યવોન ગોન્ઝાલેઝ રોજર્સે ગુરુવારે કેલિફોર્નિયામાં કેસની સુનિશ્ચિત સુનાવણી અટકાવી દીધી હતી કારણ કે વકીલોએ જણાવ્યું હતું કે તેઓ પ્રારંભિક કરાર પર પહોંચી ગયા છે.


રિપોર્ટ અનુસાર, વકીલો આ કેસના સમાધાન માટે ફેબ્રુઆરી ૨૦૨૪ સુધીમાં કોર્ટ સમક્ષ ઔપચારિક કરાર રજૂ કરી શકે છે. હાલમાં, આ કેસ સાથે સંકળાયેલા વકીલો દ્વારા આ કરારની તમામ શરતો જાહેર કરવામાં આવી નથી. તે જાણીતું છે કે આ મુકદ્દમો ૨૦૨૦ માં લો ફર્મ બોઇઝ શિલર ફ્લેક્સનર દ્વારા દાખલ કરવામાં આવ્યો હતો.


મુકદ્દમામાં એવો દાવો કરવામાં આવ્યો હતો કે જ્યારે પણ તેણે ગૂગલ ક્રોમ બ્રાઉઝરને 'ઇન્કોગ્નિટો' મોડ અને અન્ય બ્રાઉઝર્સને 'પ્રાઇવેટ મોડ' પર સેટ કર્યા હતા ત્યારે પણ ગૂગલે તેની એક્ટિવિટી પર નજર રાખી હતી. તે કહે છે કે આનાથી ગૂગલ યુઝર્સની  પસંદગીઓ સાથે માહિતીના વિશાળ ભંડારમાં ફેરવાઈ ગયું છે. અને તેમના મુજબ ગૂગલ કોમ્પ્યુટર અથવા ફોન યુઝર્સના પ્રાઈવેટ ડેટાને એક્સેસ અથવા કલેક્ટ કરવાનું વલણ ના રાખી શકે.'



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application