હાપા વિસ્તારમાં આવેલ ક્રિષ્ના ટાઉનશિપ ખાતે પેવર બ્લોકના કામનું ખાતમુહૂર્ત કરતાં કૃષિમંત્રી રાઘવજીભાઈ પટેલ

  • December 26, 2024 12:23 PM 

હાપા વિસ્તારમાં આવેલ ક્રિષ્ના ટાઉનશિપ ખાતે પેવર બ્લોકના કામનું ખાતમુહૂર્ત કરતાં કૃષિમંત્રી રાઘવજીભાઈ પટેલ


કૃષિ, પશુપાલન, ગૌ સંવર્ધન, ગ્રામ ગૃહ નિર્માણ તથા ગ્રામ વિકાસ વિભાગના કેબિનેટ મંત્રી  રાઘવજીભાઈ પટેલે જામનગરના હાપા વિસ્તારમાં આવેલ ક્રિષ્ના ટાઉનશિપ 3 ના કોમન પ્લોટમાં પેવર બ્લોકના કામનું ખાતમુહૂર્ત કર્યું હતું.

આ તકે પ્રસંગિક ઉદબોધન કરતા મંત્રીએ જણાવ્યું કે નાગરિકોની સુવિધામાં વધારો થાય તે માટે સરકાર દ્વારા નક્કર પગલાઓ લેવામાં આવી રહ્યા છે.લોકોની પાયાની જરૂરિયાત સંતોષાય તેમજ જીવન જરૂરિયાતની તમામ સુવિધાઓ નાગરિકોને મળી રહે તે માટે વિકાસના નાના મોટા અનેક કામો સરકાર દ્વારા હાથ ધરવામાં આવી રહ્યા છે.

આ પ્રસંગે કોર્પોરેટર ભરતભાઈ પરમાર, રામભાઈ જાડેજા, સોસાયટી પ્રમુખ નરેશભાઈ બદીયાણી, ઉપપ્રમુખ બળવંતસિંહ જાડેજા, વોર્ડ મહામંત્રી હરપાલસિંહ જાડેજા, મહિપતસિંહ, નરેન્દ્રસિંહ જાડેજા, નકુમભાઈ તથા બહોળી સંખ્યામાં વિસ્તારના નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.





લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application