દેશમાં છેલ્લા 5 વર્ષમાં 7 એરલાઇન્સ બંધ થઈ ને હવે માત્ર 16 જ કાર્યરત, જાણો કારણ

  • July 28, 2023 04:16 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

સરકારી ડેટા મુજબ દેશમાં કુલ 7 એરલાઇન્સ બંધ થઈ છે અને 16 જ કાર્યરત છે. બંધ થયેલ એરલાઈનમાં હેરિટેજ એવિએશન અને એર ઓડિશા એવિએશનનો પણ સમાવેશ છે.


છેલ્લા પાંચ વર્ષમાં હેરિટેજ એવિએશન અને એર ઓડિશા એવિએશન સહિત કુલ સાત એરલાઇન્સ બંધ કરવામાં આવી છે. નાગરિક ઉડ્ડયન રાજ્ય મંત્રી વીકે સિંહે લોકસભામાં એક લેખિત જવાબમાં આપેલી માહિતી અનુસાર હાલમાં દેશમાં 11 શિડ્યુલ્ડ ઓપરેટર્સ અને 5 શેડ્યૂલ્ડ કોમ્યુટર ઓપરેટર્સ છે.


ઉડ્ડયન રાજ્ય મંત્રીએ આપેલા ડેટા મુજબ 21 જુલાઈ, 2023 સુધી છેલ્લા પાંચ વર્ષમાં સાત એરલાઇન્સ બંધ કરવામાં આવી છે. બે એરલાઇન્સ હેરિટેજ એવિએશન પ્રાઇવેટ લિમિટેડ અને ટર્બો મેઘા એરવેઝ પ્રાઇવેટ લિમિટેડ 2022માં બંધ કરવામાં આવી હતી. ઝેક્સસ એર સર્વિસીસ પ્રાઈવેટ લિમિટેડ, ડેક્કન ચાર્ટર્સ પ્રાઈવેટ લિમિટેડ અને એર ઓડિશા એવિએશન પ્રાઈવેટ લિમિટેડ 2020માં બંધ કરવામાં આવી હતી.


જેટ એરવેઝ (ઇન્ડિયા) લિમિટેડ અને જેટ લાઇટ (ઇન્ડિયા) લિમિટેડને 2019માં બંધ કરવામાં આવ્યા હતા. જેટ એરવેઝ જેને 13 ફેબ્રુઆરી, 2022ના રોજ એર ઓપરેટર સર્ટિફિકેટ આપવામાં આવ્યું હતું. તેણે નાણાકીય તંગીને કારણે 17 એપ્રિલ, 2019ના રોજ ઉડાન ભરવાનું બંધ કરી દીધું હતું. જેટ એરવેઝ લીમીટેડે બંધ થયા પછી એનસીએલટી મુંબઈ ખાતે નાદારી નોંધાવી હતી.


રાજ્યમંત્રીએ જણાવ્યું હતું કે પ્રેટ એન્ડ વ્હીટની દ્વારા બનાવવામાં આવેલ PW1100G-JM એન્જિન સાથે ફીટ કરાયેલ A320 નિયો એરક્રાફ્ટ ઈન્ડિગો અને ગો ફર્સ્ટ એરલાઈન્સ દ્વારા સંચાલિત છે.આમાંના ઘણા એરક્રાફ્ટ PW1100G-JM એન્જિનોની સપ્લાય ચેઇન સમસ્યાઓને કારણે ગ્રાઉન્ડેડ છે. ડીજીસીએ  દ્વારા જણાવવામાં આવ્યું છે એ મુજબ એન્જિનને રિપેર અને ઓવરહોલ કરાવવા માટે હાર્ડવેરની અછતને કારણે પરિસ્થિતિ ઉભી થયા છે અને પી & ડબલ્યુ ના તમામ ગ્રાહકોને અસર કરતી વૈશ્વિક સમસ્યા છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application