સંદેશખાલી કેસમાં સુપ્રીમે વિશેષાધિકાર સમિતિની કાર્યવાહી પર લગાવ્યો પ્રતિબંધ

  • February 19, 2024 03:05 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


સુપ્રીમ કોર્ટે લોકસભા સચિવાલયને જારી કરી નોટિસ ; મહિલાઓના ઉત્પીડન અંગેની અરજી પર પણ થશે સુનાવણી


પશ્ચિમ બંગાળના ઉત્તર પરગણા ૨૪નું સંદેશખાલી આ દિવસોમાં ચર્ચામાં છે. આ ગામની મહિલાઓનો આરોપ છે કે તૃણમૂલ કોંગ્રેસ (ટીએમસી)ના નેતા શેખ શાહજહાંએ તેમની જમીન પર કબજો કરવાની સાથે કેટલીક મહિલાઓનું યૌન શોષણ પણ કર્યું હતું. આ મામલે પશ્ચિમ બંગાળમાં રાજકીય ખળભળાટ મચી ગયો છે.


આ મામલે સુપ્રીમ કોર્ટે પશ્ચિમ બંગાળના મુખ્ય સચિવ અને ડીજીપી સહિત ઘણા અધિકારીઓને લોકસભા વિશેષાધિકાર સમિતિ દ્વારા મોકલવામાં આવેલી નોટિસ પર સ્ટે મૂકી દીધો છે. ભાજપના લોકસભા સાંસદ સુકાંત મજમુદારની ફરિયાદ પર વિશેષાધિકાર ભંગની નોટિસ જારી કરવામાં આવી હતી.


સંદેશખાલી જતા અટકાવવા માટે મજમુદારે ફરિયાદ કરી હતી. અધિકારીઓ આજે જ વિશેષાધિકાર સમિતિ સમક્ષ હાજર થવાના હતા. ત્યારે હવે આ મામલે સુપ્રીમ કોર્ટે કાર્યવાહી પર રોક લગાવી દીધી છે. ૪ અઠવાડિયા પછી આ કેસ પર ફરી સુનાવણી થશે. આ સાથે કોર્ટે લોકસભા સચિવાલય, વિશેષાધિકાર સમિતિ, સુકાંત મજમુદારને નોટિસ પણ પાઠવી છે. મમતા સરકારે સંસદીય એથિક્સ કમિટીની નોટિસ સામે કોર્ટનો સંપર્ક કર્યો હતો.
​​​​​​​

વરિષ્ઠ વકીલ કપિલ સિબ્બલે સુપ્રીમ કોર્ટમાં પશ્ચિમ બંગાળમાં સંદેશખાલીની ઘટના સંબંધિત સંસદની નીતિશાસ્ત્ર સમિતિની નોટિસ વિરુદ્ધ પશ્ચિમ બંગાળ સરકારની અરજીનો ઉલ્લેખ કર્યો હતો. સંસદની એથિક્સ કમિટીએ ફરિયાદ પર પશ્ચિમ બંગાળના મુખ્ય સચિવ અને પોલીસ મહાનિર્દેશક સહિત વરિષ્ઠ અધિકારીઓને નોટિસ જારી કરી છે. અરજદાર તરફથી હાજર રહેલા વરિષ્ઠ વકીલ કપિલ સિબ્બલે કહ્યું, "રાજકીય પ્રવૃત્તિઓ વિશેષાધિકારનો ભાગ ન હોઈ શકે." સુપ્રીમ કોર્ટમાં આજે મહિલાઓની કથિત ઉત્પીડન અંગે દાખલ કરવામાં આવેલી અરજી પર સુનાવણી કરવાની છે. આ અરજીમાં કેસની સુનાવણી અને તપાસ પશ્ચિમ બંગાળની બહાર કરાવવાની માંગ કરવામાં આવી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application