લાલપુર પંથકમાં બે ભરડીયામાંથી રૂ.૧.૪૨ કરોડની વીજ ચોરી પકડાઇ 

  • March 03, 2023 04:17 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

વદોડરા અને જામનગર સહિતની આઠ ચેકિંગ ટુકડીઓ દ્વારા પાડવામાં આવેલા દરોડામાં બંને સ્થળોએ ગેરકાયદેસર વિજ કનેકશન ઝડપાયું

જામનગર જિલ્લાના લાલપુર પંથકના ખટિયા-બેરાજા ગામ નજીક આવેલા બે ભરડીયામાં મોટાપાયે વીજ ચોરી થતી હોવાનું ધ્યાનમાં આવતાં વડોદરા સહિતની વીજ ટુકડીએ સામાહૂક રીતે ચેકિંગ હાથ ધર્યું હતું, અને બંને સ્થળેથી ૧ કરોડ ૪૨ લાખની વિજ ચોરી પકડી પાડવામાં આવી છે.


જામનગર જિલ્લાના લાલપુર પંથકના ખટિયા બેરાજામાં જયેન્દ્રસિંહ ભીખુભા જાડેજા નામના વ્યક્તિ દ્વારા પોતાના ભરડિયામાં ગેરકાયદે વીજ જોડાણ મેળવી લઈ મોટાપાયે વીજ ચોરી કરવામાં આવતી હોવાનું ધ્યાનમાં આવતાં વડોદરા- જામનગર સહિતની જુદી જુદી ટુકડીએ ઓચિંતો દરોડો પાડયો હતો, અને ઉપરોક્ત સ્થળેથી ૩૨,૩૬,૨૨૪ ની વિજ ચોરી પકડી પાડી છે, જ્યારે વીજ પોલીસ મથકમાં તેની સામે એનસી કેસ પણ દાખલ કરવામાં આવ્યો છે.


આ ઉપરાંત તે જ વિસ્તારમાં આવેલા મહિપતસિંહ જાડેજાના દેવીકૃપા સ્ટોન ક્રશર નામના ભરડીયામાં પણ વિજ ચેકિંગ દરમિયાન મોટાપાયે વિજ ચોરી થતી હોવાનું ધ્યાનમાં આવ્યું હતું. આ સ્થળે વીજ મીટર લેવાયું હતું, તેમ છતાં બહારથી લંગરીયું વિજ જોડાણ મેળવીને વિજ ચોરી કરાતી હોવાનું ધ્યાનમાં આવતાં ૧,૧૦,૩૪,૭૧૨ની વીજ ચોરીનું બિલ ફટકારવામાં આવ્યું છે.


જો કે આ ચેકીંગ દરમ્યાન કેટલાક રાજકીય અગ્રણીઓના ફોન આવ્યા હતાં અને કાર્યવાહી રોકી દેવા જણાવ્યું હતું, પરંતુ વિજીલન્સ ટીમે કોઇપણ જાતની દરકાર કર્યા વિના ચેકીંગની કાર્યવાહી ચાલું રાખી હતી. 
​​​​​​​



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application