જૂનાગઢમાં એક જ દિવસમાં તાપમાનનો પારો ૫ સેલ્સિયસ ગગડતા ઠંડીમાં વધારો

  • January 31, 2023 06:15 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જુનાગઢ શહેરમાં ત્રણ દિવસ ઠંડીમાં રાહત બાદ આજે ફરી ચમકારો અનુભવાયો હોય તેમ તાપમાનનો પારો એક જ દિવસમાં  સડસડાટ ૫ ડિગ્રી ગગડતા  ગિરનાર અને ભવનાથ તળેટીમાં સિંગલ ડીઝીટ માં તાપમાન પહોંચ્યું હતું    આજે નોંધાયેલા હવામાન મુજબ જુનાગઢ શહેરમાં ૧૧.૧, ભવનાથ તળેટી ૯.૧, ગિરનાર પર્વત ૬.૧, ભેજ ૫૨ ટકા, અને ૫.૮ ની ઝડપે પવન ફૂંકાયો હતો    ગઈકાલે શહેરમાં લઘુતમ તાપમાન ૧૬.૧ નોંધાયું હતું જેમાં આજે એક જ દિવસમાં ૫ ડિગ્રી સે ગગડતા ઠંડીનો વધુ એક રાઉન્ડ શરૂ થયો છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application